તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડાંગની પ્રજા વિમાસણમાં, જિ. પ. પ્રમુખ ભાજપના કે કોંગ્રેસના !

ડાંગની પ્રજા વિમાસણમાં, જિ. પ. પ્રમુખ ભાજપના કે કોંગ્રેસના !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભાજપા પાર્ટીપ્રમુખ અને તેની પત્નિએ સાંસદ કે.સી.પટેલની આગેવાની હેઠળ સોમવારે ઘર વાપસી કર્યા બાદ મંગળવારે ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની પદગ્રહણ કાર્યક્રમમાં ભાજપા સભ્યોની બાદબાકી સાથે માત્ર કોંગ્રેસી સભ્યો જ હાજર રહેતા-ભાજપા-કોંગ્રેસમાં ચાલતી ચલક ચલાણીની રમતથી ડાંગ વાસીઓમાં રમુજ પ્રસરી જવા પામ્યું છે. એ સાથે જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાજપના કે કોંગ્રેસના એ બાબતે પણ પ્રજા વિમાસણમાં મુકાઇ છે.

ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપાએ અઢી વર્ષનું શાસન ચલાવ્યા બાદ બાકીનાં અઢી વર્ષ એસ.ટી મહિલા બેઠક ઘોષિત થતા ભાજપામાં આંતરીક જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. જિલ્લા પંચાયતનાં પ્રમુખપદ માટે માજી ધારાસભ્યનાં પત્નિ અને પાર્ટી પ્રમુખનાં પત્નિએ દાવેદારી કરતા પાર્ટીમાં જ રાજકીય કાવા-દાવા શરૂ થયા હતા. ખૂદ પાર્ટીપ્રમુખ રમેશ ડોને ખૂલ્લો પડકાર કરી ભાજપ મેન્ડેટ ન આપે તો કોંગ્રેસનો ટેકો લઇ પત્નિને પ્રમુખપદનો તાજ પહેરવા પ્રતિજ્ઞા કર્યા બાદ ભાજપ-કોંગ્રેસનાં કાવા દાવા સાથે શરૂ રાજકીય દાવપેચ વધુ ગહેરાવા પામ્યા હતા. ખૂદ ભાજપા પાર્ટી સામે બળવો કરી કોંગ્રેસનાં ટેકાથી પત્નીને પ્રમુખપદ સુધી પહોચાડી રમેશ ચૌધરીએ સોમવારે ડાંગ બહાર જઇ સાંસદ ડો.કે.સી.પટેલની આગેવાનીમાં પોતે કોંગ્રેસનો ટેકો લઇ પત્નીને પ્રમુખ પદની ચૂંટણી જીતાડી એ રાજકીય નાટક ગણાવી પોતે ભાજપાનો દિકરો અને સૈનિક હોવાનો દાવો કર્યા બાદ આજરોજ મંગળવારે ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની પદગ્રહણ કાર્યક્રમમાં ભાજપી સભ્યો સહિત નેતાઓને આમંત્રણ સુધ્ધા ન આપ્યુ હતુ. કોંગ્રેસી સભ્યોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવાતાં ડાંગનો રાજકીય માહોલ ગરમ થવા પામ્યો છે. ડાંગ-વલસાડનાં સાંસદ ડો.કે.સી.પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે મોટા ઉપાડે કરેલી પ્રેસ કોન્ફરન્સનું બીજા જ દિવસે સુરસુરીયું થયું હતુ. જેથી ભાજપાની સ્થાનિક નેતાઓ સહિત મોવડીમંડળનાં આગેવાનોમાં ચાલતો આંતરીક વિગ્રહથી હાલ કોંગ્રેસીઓ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યાં છે.

જિલ્લા ભાજપ પ્રમુખે આજે ફરી કોંગ્રેસીઓ સાથે કદમતાલ મલાવતા ભાજપા મોવડી મંડળમાં હડકંપ મચી જવા પામ્યું છે. આજના પ્રમુખ-ઉપપ્રમુખનાં પદગ્રહણ કાર્યક્રમથી ભાજપીઓમાં જ આરોપ-પ્રતિઆરોપ ચાલી રહ્યો છે. ત્યારે બાકીની સમિતિઓ કોના ફાળે જાય તે જોવું રહ્યું. ...અનુસંધાન પાના નં. 2

ડાંગ જિ. પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની પદગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસી સભ્યો સાથે હાજરી આપી રહેલા ભાજપી પ્રમુખ રમેશ ડોન અનેે તેમના પત્નિ બીબીબેન ચૌધરી.

પદગ્રહણ અંગે અમને જાણ કરી નથી
આજના જિલ્લા પંચાયત પ્રમુખપદની પદગ્રહણમાં ભાજપા પ્રમુખે અમોને જાણ કરી નથી. જેથી અમારા સભ્યો સહિત નેતાઓ હાજર રહી શક્યા નથી.

દશરથ પવાર મહામંત્રી ડાંગ જિલ્લા પંચાયત ભાજપ

અન્ય સમાચારો પણ છે...