• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગીરાધોધ ફાટક પાસે ટ્રકની બ્રેક ફેઈલ થતાં ખાડામાં ખાબકી પલટી

ગીરાધોધ ફાટક પાસે ટ્રકની બ્રેક ફેઈલ થતાં ખાડામાં ખાબકી પલટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા-વઘઈ માર્ગ પરના ગીરાધોધ ફાટક પાસે નાસિકથી માલસામાન ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક માર્ગ સાઈડના ખાડામાં ખાબકી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર નાસિકથી સુરત તરફ માલસામાન ભરી જઈ રહેલી ટ્રક (નં. એમએચ-15-જે-7888)ની ગીરાધોધ ફાટક પાસે એકાએક બ્રેક ફેઈલ થઈ જતા બેકાબૂ બનેલી ટ્રકને કાબૂમાં કરવા ચાલકે માર્ગ સાઈડે માટીમાં ઉતારી દેતા ટ્રક ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રકમાં મુકેલા માલસામાન વેરવિખેર થઈ જતા ટ્રકમાલિકને આર્થિક નુકસાની ભોગવવાની નોબત ઉભી થઈ હતી. અકસ્માતમાં ચાલક-ક્લીનરને નજીવી ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે વઘઈ પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વઘઈ-સાપુતારામાં ગીરાધોધ ફાટક પાસે માર્ગ સાઈડે પલટી ગયેલી ટ્રક.

અન્ય સમાચારો પણ છે...