કારે અડફટે લેતાં બાઇકચાલકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાનાં આહવા-વઘઇ રાજ્યધોરી માર્ગ પરનાં દાવદહાડ ગામ નજીક હનવંતચોંડ ફાટક પાસે આહવાથી નવસારી તરફ જઇ રહેલ મારૂતી અર્ટીગા કારે બાઇકને અડફટે લેતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.

આહવા-વઘઇ માર્ગ સ્થિત દાવદહાડ ગામ નજીક વળાંકમાં આહવાથી નવસારી તરફ જઇ રહેલ કાર નં. જીજે. 21. એએચ. 9248એ આગળ જઇ રહેલી બાઇક નંબર જીજે. 16. એલ. 5390ને જ ટક્કર મારતાં બાઇક માર્ગ પર ફંગોળાઇ જતાં બાઇક ચાલક નિલેશભાઇ કલ્પેશભાઇ પવાર રહે.ચિખટીયા (ઉ.વ.26) ડાંગનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માત કરી કાર ચાલક જંગલમાં નાસી છૂટ્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ વઘઇ પોલીસને જાણકારી કરી હતી. એકત્ર થયેલ લોકટોળાએ કારને નિશાન બનાવી પલ્ટી મારી દઇ ગુસ્સો ઠાલવ્યો હતો. અકસ્માત બાદ લોકોનો ગુસ્સો વધી જતાં આહવા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ નયના વસાવા ઘટના સ્થળે ધસી જઇ પરિસ્થિતિ વણસતા અટકાવી હતી.

આહવા-વઘઇ માર્ગ પરનાં દાવદહાડ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમજ અકસ્માત બાદ લોકોમાં રોષ ફાટી નીકળતાં કારને ઉંધી કરી દીધી હતી. તસવીર-પાંડુ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...