• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઘોઘડ નદીમાં તણાયેલા આધેડની લાશ પંપા સરોવરમાંથી મળી આવી

ઘોઘડ નદીમાં તણાયેલા આધેડની લાશ પંપા સરોવરમાંથી મળી આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાના મોટીઝાડદર ગામની ઘોઘડ નદીમાં ગુરૂવારે તણાઈ ગયેલા આદિવાસી ઈસમની લાશ 48 કલાક બાદ પંપા સરોવરમાંથી મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

સુબીર તાલુકાના અંતરિયાળમાં આવેલા મોટીઝાડદર ગામે જંગલ વિસ્તારમાં આવેલા ખેતરનું કામ પતાવી ઘરે પરત ફરી રહેલા આદિવાસી ખેડૂત સોનીરાવભાઈ શિવાભાઈ વાઘમારે (ઉ.વ. 48) મોટી ઝાડદર ગામ નજીક આવેલી ઘોઘડ નદી પર ડુબઉ કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં એકાએક પાણીનું વહેણ વધતા કોઝવે પરથી લપસી નદીમાં તણાય ગયા હતા. આ સંદર્ભે ડાંગ વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા તેમની શોધખોળ આદરી હતી. ગુરૂવારે તણાઈ ગયેલા આધેડની લાશ 10 કિ.મી. દૂર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પંપા સરોવરમાં શુક્રવારે સાંજે મળી આવી હતી. જેની વઘઈ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતનાએ પંચનામુ કરી લાશને પીએમ માટે સુબીર સીએચસી ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...