તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • માલેગામ ઘાટમાર્ગમાં આઈસ્ક્રીમ ભરેલું કન્ટેનર પલટી જતાં અકસ્માત

માલેગામ ઘાટમાર્ગમાં આઈસ્ક્રીમ ભરેલું કન્ટેનર પલટી જતાં અકસ્માત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં આઈસ્ક્રીમનો જથ્થો ભરેલું કન્ટેનર ઉંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટનાસ્થળે અકસ્માત સર્જાયો હતો.

શુક્રવારે અમદાવાદથી આઈસ્ક્રીમ ભરી મહારાષ્ટ્રના પૂણે તરફ જઈ રહેલું કન્ટેનર (નં. કેએ-51-બી-5511)ના ચાલકે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કન્ટેનર માર્ગની સાઈડમાં ઉંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટનાસ્થળે આઈસ્ક્રીમ અને કન્ટેનરને નુકસાન થયું હતું. જ્યારેે કન્ટેનર ચાલક સમયસૂચકતા વાપરી કૂદી પડતા તેનો બચાવ થયો હતો.

માલેગામ માર્ગ પર ખીણમાં ખાબકેલું આઇસક્રીમનું કન્ટેનર.

અન્ય સમાચારો પણ છે...