બિલખડી ગામની શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી
મહુવા તાલુકાના બિલખડી વિભાગ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ દિનેશભાઈ પટેલ ભારતીબહેન પટેલના પ્રમુખ સ્થાને તથા ધર્મેન્દ્ર પટેલ, અમીષ (ખરવણ) મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તથા સ્વાગતગીત સાથે કરવામાં આવ્યો હતો. મહેમાનોનું સ્વાગત, પરિચય અને મહેમાનોનું સન્માન શાળાના આચાર્ય અજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ઈનામ વિતરણ માહિતી કિશોરભાઈ પટેલ તથા રમતગમત સહ અભ્યાસ ઈનામના વિતરણ માહિતી દિલીપભાઈ પટેલ દ્વારા કરાઈ હતી.