મહુવા સુગરમાં શેરડીનો ભાવ ઓછો પડતાં સભાસદોનો હલ્લો

મહુવા સુગરમાં શેરડીનો ભાવ ઓછો પડતાં સભાસદોનો હલ્લો

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:20 AM IST

મહુવા સુગર ફેક્ટરી દ્વારા વર્ષ 2017-18ના શેરડીના પાક ભાવો આજરોજ જાહેર કર્યા હતાં. શેરડીના ભાવો ગત વર્ષની સરખામણીમાં અપેક્ષા કરતાં ઘણા નીચા રહેતા સભાસદોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. મહુવા સુગરના જાન્યુ. સુધીના 2451 ના ભાવ પડતાં સભાસદોમાં સંચાલકો વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો, અને બોર્ડ રૂમમાં જઈ સભાસદો દ્વારા હલ્લો કરી ભાવ વધારવાની માંગ કરી હતી. અડધો કલાક સુધીની સભાસદોની રજૂઆત બાદ પણ સુગરના ડિરેક્ટરો દ્વારા ભાવ યથાવત જ રાખતા સભાસદોમાં ભારે નિરાશ વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. પ્રમુખ ઉપપ્રમુખ સહિત ડિરેક્ટરો વર્ષ 2017-18ના શેરડીના પાકના ભાવો નક્કી કરવા માટે રવિવારના રોજ બોર્ડ રૂમમાં મટિંગમાં બેઠ હતાં. ટન દીઠ શેરડીના સારાભાવ મળવાની આશા ...અનુસંધાન પાના નં. 2

X
મહુવા સુગરમાં શેરડીનો ભાવ ઓછો પડતાં સભાસદોનો હલ્લો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી