• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહુવા માઈનોર નહેરમાં 5મી વખત ભંગાણ પડવાની શક્યતા

મહુવા માઈનોર નહેરમાં 5મી વખત ભંગાણ પડવાની શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા માઇનોર કેનાલમાં ફરી ભંગાણ પાડવાની શક્યતા દર્શાવતું સ્થળ.

ભાસ્કર ન્યુઝ | મહુવા

મહુવા માઈનોરની નવીનીકરણની કામગીરીમાં એજન્સી દ્વારા ઉતરાયેલી વેઠના કારણે એક જ વર્ષમાં ચાર જેટલા ભંગાણ પડી ચુક્યા છે. ગત ગુરુવારના રોજ પડેલ ભંગાણના સ્થળે તંત્ર દ્વારા રીપેર કામ કરાવી હાકમાં પાણી શરુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સીસી અસ્તરમાં પડેલ તિરાડો અને એકવેડેક જોઈંટમાંથી પાણી બહાર વહી રહ્યું છે જેને લઈને આવનાર દિવસોમાં ફરી એક વખત માઈનોર કેનાલમાં ભંગાણ પાડવાની શક્યતાને લઇ ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા માઈનોરની લાખો રૂપિયાના માતબર ખર્ચ સાથે નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાની સાથે જ કેનાલમાં પાણી છોડાતા માઇનોર કેનાલમાં ભંગાણ પડવાના શરુ થઇ ગયા હતા. અને તંત્ર દ્વારા કામ કરનાર એજન્સીની મિલીભગતમાં આચરવામાં આવેલ કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ગત વર્ષે માઇનોર કેનાલમાં ત્રણ જેટલા ભંગાણ ...અનુસંધાન પાના નં.2

આવનાર દિવસોમાં મહુવા માઇનોર કેનાલમાં ફરી ભંગાણ પડવાની શક્યતા
મહુવા માઈનોરના નવીનીકરણની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે જે તે સમયે અમે જવાબદાર અધિકારીને ધ્યાન દોર્યું હતું છતાં પણ તેમના તરફથી કાર્યવાહી કરવામાં આવી ન હતી આવનાર દિવસોમાં કેનાલમાં ફરી ભંગાણ પાડવાની શક્યતાઅમને લાગી રહી છે. જગદીશભાઈ ગૌસ્વામી, મંત્રી, મહુવા પિયત સહકારી મંડળી

તિરાડના સ્થળે અમે પ્લાસ્ટર કરાવી દઈશું
જ્યા જ્યા માઇનોરમાં તિરાડ પડી છે ત્યાં અમે પ્લાસ્ટર કરાવી દઈશું કામ કરનાર એજન્સીનો ટાઈમ પિરિયડ પૂરો થઇ ગયો છે આમ છતાં એમના માણસોને બોલાવી તમામ 6 પોઇન્ટની મરામત કરવાની સૂચના આપી દેવાઈ છે કેટલાક ખેડૂતો નહેરમાં હેડિંગ મોટું બાંધી દે છે એને કારણે પણ ભંગાણ પાડવાની શક્યતા છે જેથી આવા ખેડૂતોને પણ નોટિસ આપવામાં આવશે. મયુર પટેલ, એસ.ઓ, મહુવા નહેર વિભાગ