• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અષાઢી બીજ સનાતન ધર્મની સંસ્કૃતિનો અભ્યુદય દિવસ

અષાઢી બીજ સનાતન ધર્મની સંસ્કૃતિનો અભ્યુદય દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | અષાઢી નવરાત્રી અનુસ્થાન જગદંબાધામ ખેરગામ દેસાઈવાડ ખાતે પ્રફુલભાઈ શુક્લના સાંનિધ્યમા આજે માતાજીના બીજનો દ્વિતીય નવચંડી યજ્ઞ પૂર્ણ થયો હતો. આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે અષાઢી બીજ એ સનાતન ધર્મની સંસ્કૃતિનો અભ્યુદય દિવસ છે. આજે નવચંડી યજ્ઞમાં દક્ષાબેન મિસ્ત્રી, સુરત તેમજ ગાયત્રી પરિવાર મનજીભાઈ તેમજ સમગ્ર ભાવિકોએ યજ્ઞનો લાભ લીધો હતો. આચાર્ય બિપીનભાઈ રાજ્યગુરુ, યુવરાજગીરી ગૌસ્વામી, સુનિલ રાજ્યગુરુ દ્વારા વેદમંત્રના ઉચ્ચારણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...