• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખેરગામમાં ઔરંગા નદીનો પુલ ડૂબતા અનેક ગામનો સંપર્ક કપાયો

ખેરગામમાં ઔરંગા નદીનો પુલ ડૂબતા અનેક ગામનો સંપર્ક કપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ તાલુકામાં આવેલા ભારે વરસાદના પગલે ઔરંગા નદી સહિતની લોકમાતાઓ બંને કાંઠે વહી હતી તેમજ નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ખેરગામ તાલુકાના પાટી અને ખટાણા ગામને જોડતો પુલ વરસાદી પાણીમાં ડૂબી ગયો હતો. જ્યારે નાંધઇ ગામેથી પસાર થતી ઔરંગા નદીનો ગરગડીયા પુલ પણ પાણીમાં ડૂબી જતાં નાંધઇ અને મરલા તરફથી લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

ખેરગામ તાલુકાના પાટી અને નાંધઇ ગામમાંથી પસાર નદીના પુલ વરસાદી પાણીથી ભરાતા આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. નાંધઇ ગામે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરથી મરલા ગામને જોડતો ઔરંગા નદીનો પુલ ઉપરવાસમાંથી પાણી આવતા ડૂબી ગયો હતો. જેના કારણે અવરજવર બંધ થતાં આસપાસના ગામના લોકોનો સંપર્ક કપાયો હતો. પાટી ગામમાંથી પસાર થતી નદી ઉપર ખટાણા ગામને જોડતો પુલ પણ પાણીમાં ડૂબી ગયો હતો.

નાંધઇ-મારલને જોડતો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ.

અન્ય સમાચારો પણ છે...