• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોસાડીમાં રોડ પર પાણીથી વાહન વ્યવહાર અટકી પડ્યો

કોસાડીમાં રોડ પર પાણીથી વાહન વ્યવહાર અટકી પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારની રાત્રીએ પડેલા ભારે વરસાદને કારણે કોસાડી ગામના પ્રવેશવાના મુખ્ય રસ્તા પર જ ઘુંટણસમા પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રોડના નવીની કરણની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા અણઘડ વહીવટને કારણે પાણીનો નિકાલ બંધ થયો છે જેથી ગ્રામજનો મુશ્કેલી વેઠવી પડી છે. આ અંગે ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ ગ્રામજનોના સહારે ન હોય તેમ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

માંડવી તાલુકાના કોસાડી ગામે મંગળવારના રોજ પડેલા ભારે વરસાદને કારણે ગામના પ્રવેશદ્વાર પર જ પાણીનો ભરાવો થયો છે. જેના કારણે ગ્રામજનોની અવર જવર બંધ થઈ ગઈ છે. ગામમાં જવાના રસ્તાની બાજુમાં આવેલી ગટર રોડના નવીકરણ ની કામગીરીમાં પુરાણ કરી દેવામાં આવ્યું હતું જેની સફાઈ ન કરતાં હાલ પાણી ભરાવાની પરિસ્થિતિ પેદા થઈ છે.

હાલ પરિસ્થિતિ એવી ઉદ્દભવી છે કે ગ્રામજનોએ પોતાના વાહન લઈને ગામની બહાર નીકળી શકાતું નથી.

કોન્ટ્રાક્ટરની અણઘડ કામગીરી
ગત દિવસોમાં જ્યારે પુના ઉંમરસાડી રોડના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા મટિરિયલનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ન હતો અને પાણી નિકાલ માટે જે પાઈપલાઈન કરી તે જમીન લેવલથી ઉપર હોવાથી પાણી જઈ શકતું નથી, જેથી ચોમાસામાં સમસ્યા સર્જાવાની શક્યતા હોવા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...