• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાણીમાં ગરક ગામતળાવનું પુલિયું જીવનના જોખમે પાર કરી રહેલા વિદ્યાર્થીઓ

પાણીમાં ગરક ગામતળાવનું પુલિયું જીવનના જોખમે પાર કરી રહેલા વિદ્યાર્થીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે - ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહેતા સુરત જિલ્લાના માંડવી તાલુકાનામાં વિવિધ ગામોના નાળાઓ છલકાઈ ગયા છે. ત્યારે માંડવીના ગામતળાવ ગામેથી પસાર થતાં નાળામાં પાણીના સ્તર વધી જતાં રોડ પરથી પાણી પસાર થયું હતું, જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓએ જીવના જોખમે પસાર થવું પડ્યું હતું.

માંડવી તાલુકાના છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વળી રહ્યો છે. જેના કારણે નદી નાળામાં પાણીની આવક વધી છે. જેથી વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. એ જ પ્રમાણે માંડવી તાલુકાના ગામતળાવમાં આવેલ ડેરી ફળિયા નજીકથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધુ જતાં રોડ પરતી પાણી વહેતું થયું હતું. જેના કારણે ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે. જેમાં સૌથી વધુ મુશ્કેલી નાનાં બાળકોએ શાળાએ જવા માટે વેઠી હતી.

પાણીના વહેણ વચ્ચે સ્કૂલ બેગ ન ભીંજાય અને યુનિફોર્મને સાચવીને છત્રી હાથમાં પકડીને પસાર થયા હતાં. આ અંગે વોર્ડના સભ્યોએ જણાવ્યું હતું કે ખાડીની સફાઈ ન કરતાં પાણી અવરોધાતા પાણીનો ભરાવો થયો હતો. તંત્ર દ્વારા યોગ્ય રીતે સફાઈ કરી હોત તો લોકોએ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો હોત એવું ગામના જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...