તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડોદ ખાતે 5175 નોટબુક વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશન ટ્રસ્ટ રજનિકાંત લલ્લુભાઈ ગાંધી, શેલારકા સદન મુંબઈ તથા ભાલચંદ્ર કર્ણિક શિક્ષણ કેન્દ્ર દ્વારા ગ્રામ પંચાયત હસ્તક મંગળવારના રોજ કડોદ હાઈસ્કૂલમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ 6થી 11ના વિદ્યાર્થીઓને 5175 નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કડોદ હાઈસ્કૂલના મંત્રી પ્રતાપભાઈએ ગ્રામ પંચાયતની કામગીરીને બિરદાવી હતી. ત્યારે શાળાના વાલી મંડળના પ્રમુખ બાલુભાઈ પ્રજાપતિએ મુંબઈના સેવાભાવી ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે કડોદના ડે. સરપંચ બિપીનભાઈ પટેલે મફત નોટબુક વિતરણ કરી જણાવ્યું કે નોટબુકનો ઉપયોગ કર પોતાનુ ઉજ્જવળ ભવિષ્ય બનાવી તમે પણ જરૂરિયા બાળકોને અભ્યાસમાં મદદ કરજો.

અન્ય સમાચારો પણ છે...