• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડાંગમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ માટે સમિતિની રચના

ડાંગમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ માટે સમિતિની રચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ચાલુ વર્ષે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથી પ્રવેશ માટે આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગના તા. 04/05/2018ના સુધારા પ્રવેશ નિયમો અન્વયે જે વિદ્યાર્થી ગુજરાત રાજયનો ડોમીસાઇલ હોય તેને પ્રવેશ આપવા અંગે પ્રવેશ સમિતિ ખાતે અરજી કરેલ વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટીફિકેટની ચકાસણીની કામગીરી માટે ડાંગમાં ડોમીસાઇલ સર્ટીફિકેટ ચકાસણી માટેની પ્રાંત કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી આહવ,ડાંગ અધ્યક્ષ, એસીપીયુજીએમઇસી કોર કમિટી દ્વારા નિયુકત પ્રવેશ સમિતિના અધિકારી/કર્મચારી સભ્ય, જિલ્લા શિક્ષણાધિકારી આહવા-ડાંગ સભ્ય તેમજ ડિઝાસ્ટર મામલતદાર આહવા, ડાંગ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...