• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચીકટીયા પ્રા.શાળામાં બાળકોને લેખન સામગ્રીનું વિતરણ

ચીકટીયા પ્રા.શાળામાં બાળકોને લેખન સામગ્રીનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | આહવા-ડાંગની ચિકટીયા પ્રાથમિક શાળામાં લેખન સામગ્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ વાંસદાના પ્રમુખ ડો. પી.એચ.જૈન, ઉપપ્રમુખ વિનોદભાઈ, સેક્રેટરી શોભાબેન તેમજ અન્ય સભ્યોના સહયોગથી આ કાર્ય સંપન્ન થયો હતો. શાળાના તમામ બાળકોને ધોરણ અનુસાર જરૂરી તમામ શિક્ષણને લગતી લેખન સામગ્રીનું વિતરણ કરાયું હતું. બાળકોને નોટબુક, પેન-પેન્સિલ, રબર, સંચો, કંપાસ વગેરેનું વિતરણ કરાયું હતું. શાળાના આચાર્ય ભાવેશભાઈએ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...