મોડે-મોડે પાલિકા પણ જાગી ડ્રાઇવરો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકામાં વિવિધ સેવાઓમાં ઉપયોગમાં લેવામાં આવતાં વાહનોની સંખ્યા 1 હજારથી વધુ છે. વાહન ચાલકોમાં સુરક્ષિત ડ્રાઇવિંગની આદત કેળવાય તે હેતુસર તારીખ 3 ઓક્ટોબર થી 5 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ દિવસે કુલ 2 બેચ યોજવામાં આવશે જેમાં, કુલ 400થી વધુ ડ્રાઇવરો પ્રતિદિન ભાગ લેનાર છે. તેમને સુરક્ષિત ડ્રાઈવિંગનાં ક્ષેત્રમાંના તજજ્ઞો દ્વારા વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના રોડ વાહન અને હાઈવે વિભાગના આંક મુજબ દર વર્ષે 1.5 લાખથી વધુ લોકો રોડ અકસ્માતમાં ભોગ બને છે. ગુજરાતમાં વર્ષ 2017માં 19 હજારથી વધુ લોકોનો ભોગ રોડ અકસ્માતમાં લેવાયો હતો. સુરત શહેરમાં 2018માં 653 રોડ અકસ્માતના કિસ્સા નોંધાયેલા છે જેમાં, 213 લોકોના મૃત્યુ થયાં હતાં સુરત મહાનગર પાલિકા તેના વાહનો ચલાવતાં ડ્રાઈવરોમાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું ત્રિ દિવસીય આયોજન કર્યું છે તેમ પાલિકાના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...