Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેઇઇ મેઈન માટે રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ
દેશમાં 23 આઇઆઇટી, 31 એનઆઇટી, 23 ટ્રિપલ આઇટી સહિત જીએફ્ટીઆઇ પર પ્રવેશ પરિક્ષા માટે વિદ્યાર્થીઓ 12 માર્ચ સુધી બીજી તક છે. એપ્રિલમાં યોજાનારી જેઇઇ મેઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 12 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ 13 માર્ચથી 16 માર્ચ સુધી વિદ્યાર્થીઓ આવેદનપત્રમાં વધારાની ફી ભરીને સુધારો કરી શકશે.
આઇઆઇટી,એનઆઇટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મળશે
જેઇઇ એડવાન્સનું આયોજન 17 મેથી કરવામાં આવ્યું છે. જેઈઈ એડવાન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ બે પેપર આપવાના રહશે.પહેલું પેપર સવારે 9 થી 12 અને બીજુ પેપર બપોરે 2.30 થી 5.30 સુધી રહેશે.
17 મેથી જેઈઈ એડવાન્સ યોજાશે
સિટી રિપોર્ટર . સુરત
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્રારા દેશની એન્જીયરિંગ કોલેજોમાં પ્રવેશ લેવા માટે લેવાતી જેઇઇ મેઈન પરીક્ષા માટે આવેદનની તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ આવેદન કરવા માટેની અંતિમ તારીખ 6 માર્ચ નક્કી કરાઈ હતી. જેને વધારીને 12 માર્ચ કરવામાં આવી હતી. જેમાં રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે. એનટીએના નવા કાર્યક્રમ મુજબ હવે 13 માર્ચથી 16 માર્ચ સુધી વિદ્યાર્થીઓ આવેદનમાં સુધારો કરી શકાશે. આ ઉપરાંત આવેદનમાં કોઇ પણ ફેરફાર કરવા માટે વિદ્યાર્થીએ હવે વધારાની ફી પણ ચુકવવી પડશે. જેઇઇ મેઈન ઓનલાઇન પરીક્ષા 5,7,9 અને 11 એપ્રિલે યોજાશે.જેનું પરિણામ 30 એપ્રિલે જાહેર કરાશે.જેઇઇ મેઈનમાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સમાં બેસવાનો મોકો મળશે અને 2.50 લાખ વિદ્યાર્થીઓની પસંદગી જેઇઇ એડવાન્સમાં થશે.એપ્રિલ જેઇઇ મેઈન 2020 પરિક્ષા પછી બંને પરીક્ષાના સ્કોરના આધારે રેન્કીંગ જાહેર કરાશે.