તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચિયા રાજેશની મિલકતો સાથે લખલૂટ ખર્ચની પણ તપાસ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલિકાના કતારગામ ઝોનના મદદનીશ ઇજનેર રાજેશ પટેલની 84 લાખના અપ્રમાણસર સંપત્તિ કેસમાં એસીબીએ ધરપકડ કરી હતી. રાજેશને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. સરકાર પક્ષે એપીપીએ દલીલ કરી હતી કે મિલકતોના ડોક્યુમેન્ટ અંગે તપાસ કરવાની છે અને આરોપીની આવક ઉપરાંત ખર્ચાની વિગતવાર માહિતી મેળવવાની છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચથી વધુ રિમાન્ડના મુદ્દાના આધારે દલીલ કરાઇ હતી કે આરોપીની મિલકતોની તપાસ કરવાની છે, જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તેની ખરાઈ કરવાની છે. કઇ મિલકતો કોના નામે છે તેની તપાસ કરવાની છે.

70 વીઘા જમીન, બે ફ્લેટ, એક બંગલોની સંપત્તિ

પાલિકાના લાંચીયા કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પરાગ પટેલ એસીબીની ઝપેટમાં તે 2016માં આવ્યો હતો. જેમાં તે 25 હજારની લાંચમાં પકડાયો હતો. આ સમયે એસીબીએ તેની અપ્રમાણસર મિલકતોની તપાસ શરૂ કરી હતી. જેમાં એસીબીની ટીમે 2010 થી 2015 સુધીના સમયગાળામાં બે ફલેટો, એક બંગલો, બે કારો, બે બાઇકો, ઉપરાંત બેંકમાં એફડીમાં 10 લાખથી વધુનું રોકાણ તેમજ પોસ્ટ અને એલઆઇસીમાં 5 લાખથી વધુનું રોકાણ કર્યુ હતું. બરબોધન ગામમાં તેની માલિકીની 70 વીઘા જમીન છે.

પાલિકાનો મદદનીશ ઇજનેર બે દિવસના રિમાન્ડ પર

મેળવવાની છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચથી વધુ રિમાન્ડના મુદ્દાના આધારે દલીલ કરાઇ હતી કે આરોપીની મિલકતોની તપાસ કરવાની છે, જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તેની ખરાઈ કરવાની છે. કઇ મિલકતો કોના નામે છે તેની તપાસ કરવાની છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો