તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુછ ઇસ તરહ સે હમને જીને કો આસાન કર લિયા, કિસી સે માફી માંગ લી કિસી કો માફ કર દિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘જીવન અને સુખ, તમારી જાતને એક સવાલ પુછો જે આખો દિવસ કાર્ય કરો છો તેનું હેતુ શુ છે? આપણે સવારથી સાંજ સુધી કાર્ય શા માટે કરીએ છીએ? શુ પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ? આપણો ધ્યેય ઉદ્દેશ શું છે? એક જ શબ્દમાં તેનો જવાબ આપવો હોય તો શું છે? તો એ જવાબ છે સુખ માટે. પણ જ્યારે એ સુખ ભોગવવાનું હોય છે ત્યારે શું આપણે હાજર રહીએ છે? આપણે સુખની અનુભૂતી એટલા માટે નથી કરી શકતા કારણ કે, આપણે આપણી પીઠ ઉપર ગઈકાલ અને માથા પર આવતી કાલ રાખીને ફરતા હોઇએ છીએ. જેટલી પણ ફિલોસોફી, ધર્મગ્રંથોનો આજ સુધી અભ્યાસ કર્યો છે તેનો અર્થ છે વર્તમાનમાં જીવો.’ એસઆરકે સ્પોર્ટસ પાર્ક કતારગામ ખાતે કૃષ્ણકાંત ઉનડકટના બે પુસ્તકો ચિંતક ક્વોટ અને ચિંતન સ્ટોરિઝનું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આ વાત કૃષ્ણકાંત ઉનડકટે કહી હતી. પુસ્તક વિમોચન રમેશભાઈ ઓઝા અને ગોવિંદ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભૂલતા શીખી જાશો તો જિંદગીમાં સુખ જ સુખ છે
આપણે વર્તમાનમાં જીવવાનું ભૂલી ગયા છે અથવા તો ભવિષ્યમાં જીવીએ છીએ. જાપાનમાં જૈન ધર્મ હોય છે જેનું એક સ્લોગન છે ‘તમે જે કંઇ કરતા હોવ તેમાં ઓતપ્રોત થઇ જાવ’ તમારા 100 ટકા આપો તો જ તમે સુખની અનુભૂતિ કરી શકશો. જૈન સાધુઓ જ્યારે સુતા હોય અને જ્યારે સવારે ઉઠે ત્યારે ત ેજ અવસ્થામાં ઉઠે છે. વર્તમાનમાં જીવો અને પળને સપૂર્ણ તને માળો. જે લઈ જાવો અહીંથી તે જાગૃત અવસ્થામાં લઇ જાઓ જાગૃત અવસ્થા આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ભગવાન બુદ્ધનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બુદ્ધ પોતાની વાતો કરી રહ્યા હતા. તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ સુઇ ગયો હતો ત્યારે બુદ્ધ ભગવાને જોયું અને પૂછ્યંુ કે ‘ભાવક તમે સુતા છો તો તેમણે જવાબ આપ્યો ન હું તો જાગુ છું, બુદ્ધ ભગવાને વાત આગળ ચલાવી અને પાછું પૂછ્યું કે તમે ઉંઘો છો? ફરી જવાબ આવ્યો ન હું જાગુ છું. ભાવક પાછો સુઇ ગયો ત્યારે તેને જવાબ આપ્યો હા.’ આજ વસ્તુ હમેંસા યાદ રાખવી કે હું જાગુ છું કે સુવું છું. બે વસ્તુઓ જિંદગીમાં યાદ રાખો એક ભૂલતા શીખો એક માફ કરતા શીખો. જો આ બે વસ્તુ આવી જાય તો જીવનમાં ફક્ત સુખ જ છે. ‘કુછ ઇસ તરહ સે હમને જીને કો આસાન કર લિયા, કિસી સે માફી માંગ લી કિસી કો માફ કર દિયા’ આજ વસ્તુ જિંદગીમાં મહત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો