તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કે.પી. કોમર્સ કોલેજના કાર્યકમમાં દારૂ પીધેલા 4 યુવકોએ ધમાલ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દારૂ પીને કોલેજમાં ધમાલ કરતા ચાર યુવકોને જ્યારે ઉમરા પોલીસે પકડી પાડ્યા હતા ત્યારે એક પીધેલા યુવકે પોલીસને એવું કહ્યું કે ‘હું લાઈનબોય છું’, છતાં ઉમરા પોલીસે કોઈ શેહશરમ રાખી ન હતી. ઉમરા પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.

અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી કે. પી. કોમર્સ કોલેજમાં રવિવારે કોલેજનો કાર્યકમ ચાલતો હતો. આ કાર્યકમમાં ચાર મિત્રો દારૂના નશામાં છાંકટા બનીને ધમાલ કરતા હતા. જેના કારણે અન્ય લોકોને ખલેલ પહોંચતી હતી. જેના કારણે કોઈકે પોલીસ કંટ્રોલરૂમને કોલ કરી દીધી હતી. આ ઘટનાને પગલે ઉમરા પોલીસ ત્યાં દોડી આવી હતી અને દારૂ પીધેલા ચારેય યુવકોને પોલીસ સ્ટેશને લાવી ધરપકડની કાર્યવાહી કરી હતી. અઠવાલાઈન્સ પોલીસ લાઈનમાં રહેતા સુનિલ કાલીદાસ બારીયા અને નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા દિપેશ પ્રવિણ કહાર તેમજ અઠવાલાઈન્સ ગર્વમેન્ટ કવાર્ટસમાં રહેતા જયેશ રમણ રાવલ અને તેનો ભાઈ રવિન્દ્ર રમણ રાવલ જે શીવાનંદ ચેમ્બર, તલાવડી, નવસારીમાં રહે છે, જયેશ હાલમાં અભ્યાસ કરે છે અને રવીન્દ્ર નોકરી કરે છે. જ્યારે સુનિલ બારીયાના જીજાજી પોલીસમાં નોકરી કરે છે. ઉમરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો