તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલકાતાના વેપારીઓએ સુરતના બે ભાઈને 39.27 લાખમાં નવડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રઘુકુલ માર્કેટમાં વેપાર કરતા બે ભાઈઓ પાસેથી કોલકાતાના બે વેપારીઓએ ઉધારમાં 39.27 લાખ રૂપિયાનું કાપડ ખરીદી રૂપિયા ચૂકવ્યા ન હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરામાં રાધાક્રિષ્ણા મંદિર પાસે સર્જન રો-હાઉસમાં રહેતા પવન પરમાત્માપ્રસાદ પાંડે રઘુકુલ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મે 2018થી જુલાઈ 2018 સુધીમાં તેમની પાસેથી કોલકાતાના વેપારી આનંદ ભાનુપ્રકાશ મિશ્રા અને નિરજ તેજુ સોનકરે 14.93 લાખ રૂપિયાનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. તેનું પેમેન્ટ બંને એ કર્યું ન હતું. તેવી જ રીતે પવનના પિતરાઈભાઈ સુભાષચંન્દ્ર પાંડે પાસેથી આનંદ અને નિરજે 24.34 લાખ રૂપિયાનું કાપડ ખરીદ્યું હતું. તેનું પેમેન્ટ પણ બંનેએ આપ્યું ન હતું.

આનંદ અને નિરજ પાસે રૂપિયાની માંગ કરતા તેઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પવન પાંડેએ આનંદ અને નિરજ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિરજ વિરુદ્ધ પહેલા પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. તે ગુના બાબતે નિરજ સુરત કોર્ટમાં તારીખ પર આવતા સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...