તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઑર્ગન ડોનર પરિવારો માટે પતંગ મહોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહરીજનોમાં અંગદાન માટે જાગૃતી આવે અને તેઓ પણ બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાવીને ઑર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવામાં સહયોગી થાય તેવા આશય સાથે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કે.પી. કોમર્સ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્વસનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આયોજીત ‘પતંગ મહોત્સવ ઑર્ગન ડોનર પરિવારોને સંગ’ કાર્યક્રમમાં ડોનર પરિવારોના સભ્યો તેમજ ઑર્ગન ડોનેશન મેળવી નવું જીવન જીવી રહેલા બાળકો પણ જોડાયા હતા. ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઑર્ગન ન મળવાને કારણે મૃત્યું પામે છે. સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતી આવે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ઑર્ગન ડોનેશનના સંદેશા લખેલા પતંગનું વિતરણ કરાયું હતું. તેમજ જુદા જુદા પોસ્ટરો દ્વારા પણ અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો