દિવ્ય ભાસ્કર અને જીલ ઈલાઈટ ઈવેન્ટ દ્વારા કિડ્ઝ રન યોજાશે
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com
સુરતની ‘જીલ ઈલાઈટ ઈવેન્ટ મેનેજમેન્ટ’ સંસ્થા દ્વારા તા. 14 એપ્રિલ 2019ના રોજ ‘કિડ્ઝ રન ઈવેન્ટ’ એક અનોખી દોડ યોજાશે. આ દોડ અનોખી એ રીતે છે કે, તેમાં 0થી 17 વર્ષ સુધીના બાળકો જુદા જુદા અંતરની દોડ લગાવશે. આ દોડની સાથે દરેક બાળકના હાથમાં હશે એક નોટબુક, જેને નિર્ધારીત અંતરે પહોંચી મૂકી દેશે. આવી તમામ નોટબુકોને એકત્ર કરીને જરૂરીયાતમંદ બાળકોને પહોંચાડવામાં આવશે. મતલબ આ નાના બાળકો શિક્ષણ (ભણતર)ને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે દોડશે. એશિયા બુક ઓફ રેકોર્ડમાં સુરતના નામે આ ઈવેન્ટ નોંધાય તે માટે પોતાના કર્તવ્ય બદલ જુદી જુદી વસ્તુઓ જેવી કે ગુડીબેગ, મેડલ,સર્ટિફિકેટ,ટી-શર્ટ વગેરે. સુવિધાઓ સાથે તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ડે વીલા ક્રિકેટ ગ્રાઉન્ડ લાલમાં આ દોડ યોજાશે. આવી દોડ વિશ્વમાં પ્રથમવાર સુરતના આંગણે થાય છે. આવો, શિક્ષણસંદેશની આ ઈવેન્ટમાં નાના-મોટા સૌ સહભાગી થઈ સુરતની શાન વિશ્વમાં વધારીએ અને સમાજને જાગૃત કરીએ. સ્પોર્ટના સુરત કિડઝ રનની આ અનોખી કિડઝ રનમાં ભાગ લેવા માટે સુરતવાસીઓ www.suratkidsRun.com પર લોગઈન કરી ફોર્મ ભરી શકે છે.આ સિવાય અલોહા કલાસીસ પરથી પણ રજીસ્ટ્રેશન ફોર્મ લઈ શકાશે. વધુ માહિતી માટે 8000002800 હેલ્પલાઈન નંબર પર કોન્ટેક્ટ કરો.