તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સની તરણ સ્પર્ધામાં કલ્યાણીને ગોલ્ડ મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઓલ ઇન્ડિયા ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2019 મહારાષ્ટ્રના પુણા ખાતે રમાઈ રહ્યો છે. આ સ્પર્ધાના અંડર-21 ગર્લ્સ સ્વિમિંગ સ્પર્ધાની 400 મીટર વ્યક્તિગત મીડલેમાં કલ્યાણી સક્સેનાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કલ્યાણી રૂસ્તમપુરા તરણકુંડમાં પ્રેક્ટિસ કરે છે તેમજ સી.બી.પટેલ અેન્ડ જે.અેન.એમ. પટેલ કોલેજ-ભરથાણામાં અભ્યાસ કરે છે. આ મેડલ સાથે એમણે સુરત શહેર તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. VNSGUના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા, યુનિ. રજિસ્ટ્રાર ધડુક, સુરત જિલ્લા એક્વેટિક એસોસિએશનના પ્રમુખ ગણેશ સેલર, મંત્રી નવનીત સેલર, ગુજરાત ટીમના કોચ ધવલ સારંગ રૂસ્તમપુરા તરણકુંડના કોચ પરેશ સારંગ તથા એમણા માતા-પિતા તરફથી કલ્યાણીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...