ન્યૂ સિટીલાઈટ વૈષ્ણોદેવી મંદિરમાં આજે કળશયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા માતા વૈષ્ણોદેવી ધામમાં નવરાત્રિ પર્વ નિમિત્તે નવ દિવસના અનુષ્ઠાનનો આજે સવારે 7 કલાકે કળશયાત્રા સાથે પ્રારંભ કરાશે. 1008 મહિલાઓ આ કળશયાત્રામાં જોડાશે. ત્યારબાદ 7મીએ 11 હજાર કન્યાઓનું પૂજન કરી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે. નવરાત્રીમાં રોજ માતાજીને વિવિધ શૃંગાર સાથે 108 પાઠાત્મક શતચંડી યાગ કરાશે.

શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા માતા વૈષ્ણોદેવી ધામમાં સતત 26માં વર્ષે નવરાત્રિનું વિશિષ્ટ અનુષ્ઠાન કરાશે. આ અંગે વૈષ્ણોદેવીધામના માતાજીએ જણાવ્યું હતું કે શારદીય નવરાત્રી એટલે શક્તિ ઉપાસનાના દિવસો છે. ભક્ત પરિવારોની આધિ, વ્યાધિ અને ઉપાધિ હરવા માટે નવરાત્રી ખૂબ ફળદાયી છે. આથી મા વૈષ્ણોદેવી ધામમાં 29મીએ ગુરૂવારના રોજ સવારે 7 કલાકે 1008 કળશની યાત્રા સાથે અનુષ્ઠાનનો પ્રારંભ કરાશે. આ યાત્રા રાણી સતીદાદી મંદિરથી નીકળી અગ્રસેન ભવન થઈને સિટીલાઈટના વિવિધ વિસ્તારોમાં ફરી પરત આવશે. ત્યારબાદ ઘટસ્થાપન કરી નવ દિવસ માતાજીને વિશિષ્ટ શૃંગાર રોજ કરાશે. તેમાં 29મીએ પુષ્પહાર, 30મીએ ફળોથી, 1 ઓક્ટોબરે શ્રીફળ, 2જીએ લવિંગ અને એલચી, 3જીએ પાનસોપારી, 4થીએ સૂકોમેવો, 5મીએ ચલણીનાણાંથી, 6 ઓક્ટોબરે છપ્પનભોગ અને 7મીએ કમળપુષ્પનો શૃંગાર કરાશે. આ દરમિયાન 7મીએ બપોરે 2.30 કલાકે 11 હજાર કુંવારિકાઓનું પૂજન કરાશે. ત્યારબાદ રાતે હવન અને મહાઆરતી સાથે સમાપન કરાશે.

અન્ય સમાચારો પણ છે...