તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રત્નકલાકારો એક રૂમમાં બે ફૂટના અંતરે બેસી કામ કરે છેઃ ડાયમંડ વર્કસ્ યુનિયન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના ભય વચ્ચે એકમો બંધ રાખવા કે નહીં તેનો નિર્ણય કરવા ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા તા.17મી માર્ચે ડાયમંડ એસો. ખાતે મિટીંગ કરવામાં આવી છે. જેમાં જે ઉદ્યોગકારોએ એકમ સ્વૈચ્છાઈએ બંધ કરવા છે તેઓ એસોસિએશનને કારણ આપી એકમ બંધ કરી શકે છે, તથા વિવિધ મુદ્દે સાવચેતી રાખવી તે અંગે અમુક નિયમો ઘડવામાં આવ્યા છે. આ વચ્ચે બુધવારે તા.18મી માર્ચે ડાયમંડ વર્ક્સ યુનિયને કલેકટરને આવેદન આપી રત્નકલાકારોને વેકેશન તેમજ એડવાન્સ પગાર અપાવવા માંગણી કરી છે. ડાયમંડ વર્ક્સ યુનિયને કલેકટર અને લેબર કમિશનરને આવેદન આપી રજૂઆત કરી છે કે, કોરોનાથી સાવચેત રહેવા શાળા અને કોલેજોમાં વેકેશન અપાયું છે તેમ ડાયમંડમાં પણ વેકેશન આપવા માંગણી કરાઇ છે. રત્નકલાકારો 1રૂમમાં બે ફૂટના અંતરે કામ કરવું પડે છે અને કારખાનાઓમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો અભાવ હોવાથી ચેપ લાગવાનો ભય સૌથી વધુ ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝમાં હોવાની રજૂઆત કરી વેકેશન સાથે 1 માસના એડવાન્સ પગારની માંગણી કરાઈ છે.

11થી 6 કામકાજનો સમય અને સ્વચ્છતા જાળવવા પણ સૂચન

ડાયમંડ એસોસિએશનની સોમવારે મળેલી મિટીંગમાં રત્નકલાકારો રઝળી ન જાય તે માટે વેકેશન ન કરીને વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે. આ અંગે પ્રમુખ બાબુ કથિરીયા જણાવે છે કે, પ્રોડક્શન અને ટ્રેડિંગ મર્યાદિત છે તેમ છતાં કામકાજનો સમય મર્યાદિત કરવા તથા ટેમ્પરેચર ચેક કરીને જ કારીગરને મિલમાં પ્રવેશ આપવા સહિત સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધીનો કામકાજનો સમય જાળવવા એસોસિએશનને સૂચન કર્યુ છે.

કોરોના : રત્નકલાકારોને વેકેશન અને 1 માસનો એડવાન્સ પગાર આપવા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...