તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જહાંગીરપુરાના બે ભાઈએ જરીનો માલ ખરીદી રૂ. 51 લાખની ઠગાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળ તાલુકામાં પીપોદરા જીઆઈડીસીમાં એક ફેક્ટરીના માલિક સાથે સુરત જહાંગીરપુરાના બે ભાઈઓએ જરીવર્કમાં ઉપયોગી માલ ઉધારમાં ખરીદ કરી 51 લાખની છેતરપિંડી કરી છે.

પીપોદરા જીઆઈડીસીમાં જરીકામનો સામાન બનાવવાનું કામ કરતાં અશોક રામજી ખુંટને 2018માં જહાંગીરપુરા સ્થિત શુકનશ્રી એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ અને ઘનશ્યામ ઝવેરભાઈ મોવાડિયા નામના બે સગા ભાઈઓ મળ્યા હતાં. બંનેએ હેની મેટાલિક નામની કંપની દ્વારા જરીના બદલાનું વેચાણ કરતાં હોવાની ઓળખ આપી હતી.બંને ભાઇઓ અશોકના બનેવી ધર્મેશ દ્વારા સંપર્કમાં આવ્યા હતાં. તેમણે પોતાની બજારમાં સારી શાખ હોવાનું કહી પેમેન્ટ સમયસર આપવાનો ભરોસો આપી જરી કામનો માલ ખરીદી શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ સંપાદિત કર્યા બાદ તા.30 માર્ચ-2018થી 19-જુલાઈ-2018 દરમિયાન 90 દિવસની પેમેન્ટ કન્ડીશને કુલ રૂ.51 લાખથી વધુનો માલ ઉધારમાં લીધો હતો. ઉધાર સમયનો વાયદો પુરો થતાં અશોકભાઈએ પોતાના બાકી નાણાંની ઉઘરાણી કરતાં બંને ભાઈઓએ રૂ.4.50 લાખના ત્રણ ચેક આપ્યા જે ચેક રિટર્ન થયા હતાં. જેથી અશોકભાઈએ તેમના ઘરે તપાસ કરતા બંને ભાઈઓ ગાયબ જણાયા હતાં અને કારખાનામાંથી તા.19-1-2019ના રોજ મશીન ભરી ગયાનું જાણવા મળ્યું હતું. બાકી નાણાં અંગે ઘનશ્યામનો સંપર્ક કરતાં તેમણે નિલેશ સાથે વાત કરવા જણાવ્યું હતું. તેમની સાથે વાત કરતા અમારી પાસે કોઈ નાણાં નથી, નાણાંની માંગણી કરવી નહીં. અમે હવે કોઈને નાંણા ચૂકવવાના નથી, થાય તે કરી લેજો અને ઉઘરાણી કરશો તો ખોટા કેસમાં ફસાવી દઈશું તેમ બંને ભાઈઓ ધાકધમકી આપી હતી. આથી અશોકભાઈએ ઘનશ્યામ અને નિલેશ વિરુદ્ધ કોસંબા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો