તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જહાંગીરાબાદમાં 24 કલાક પાણી માટે નેટવર્ક ઊભું કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પાલિકા દ્વારા શહેરમાં સમાવિષ્ટ જહાંગીરાબાદમાં 24 બાય 7 યોજના અંતર્ગત પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂા.58.69 કરોડના ખર્ચે પાણીની લાઇનનું નેટવર્ક આ વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. પાણી પુરવઠો પુરો પાડવા જુદી જુદી 6 જગ્યાએ ઓવરહેડ ટાંકી સાકાર કરી દેવાઇ છે. હવે આ ટાંકીઓમાંથી જહાંગીરાબાદમાં 24 બાય 7 ધોરણે પાણી આપવા સ્કાડા આધારિત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવામાં આવશે. તાજેતરમાં જ પાલિકામાં પાણી સમિતિની મળેલી બેઠકમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થવાથી રાંદેર ઝોનમાં આવેલા જહાંગીરાબાદ વિસ્તારના અંદાજે 40 હજાર લોકોને 24 કલાક સાત દિવસ પાણી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને પૂરા પડાતા પાણી વિતરણની ખામીઓના નિવારણ માટે તેનું મોનિટરિંગ કરવા સ્કાડા સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો