2012માં પત્નીની હત્યા બાદ બીજાં લગ્ન કરનાર પતિ ઓરિસ્સાથી ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2012 માં કતારગામ ઉત્કલનગર ઝુડપટ્ટીમાં ગળુ દબાવી પત્નીની હત્યા કરનારા પતિની ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ધરપકડ કરી છે. આરોપીએ આઠ માસની બાળકી સામે ગળુ દબાવી હત્યા કરી ઓરિસ્સા ભાગી જઈને બીજા લગ્ન કરી લીધા હતા.

હેડ કોન્સ્ટેબલ શબ્બીર અકબરને બાતમી મળી હતી કે આઠ વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર આરોપી હાલ ઓરિસ્સાના બાભનપુર ખાતે રહે છે. જેથી ક્રાઈમબ્રાન્ચ ઓરિસ્સા જઈ હત્યારા પતિની ધરપકડ કરી હતી. આરોપી કાલુચરણ હાડુબંધુ ગૌડ (ઉ.વ 31)ની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આઠેક વર્ષ પહેલા આરિસ્સાના મખનપુરમાં રહેતી યુવતિને ભગાડી પ્રેમલગ્ન કરીને સુરત આવ્યો હતો. કતારગામના ઉત્કલનગર ઝુપડપટ્ટીના મકાન નંબર 219 માં રહી એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. તે દરમિયાન રિન્કીને સંતાનમાં દિકરી જન્મી હતી. જોકે દિકરી પોતાની નહી હોવાની શંકા રાખી આરોપી રિન્કી સાથે અવારનવાર ઝઘડો કરતો હતો.

રિન્કી અન્ય જ્ઞાતિની હોઈ પોતાના વતન પણ લઈ જઈ શકતો ન હતો. જેથી 1 માર્ચ 2012 ના રોજ તેણે આઠ માસની બાળકી સામે ગળુ દબાવીને હત્યા કરી હતી. આઠ માસની દિકરીને એકલી મુકીને પોતે પોતાના વતન ઓરિસ્સા ભાગી ગયો હતો. એક વર્ષની અંદર તેણે બીજા લગ્ન કરી બાભનપુર ગામ ખાતે પોતાના મામા અને માસાના ઘરે રહી કડિયાકામ કરતો હતો. હાલ આરોપીની આઠ વર્ષની બાળકી અનાથાશ્રમમાં રહે છે.

હાલ આરોપીની 8 વર્ષની બાળકી અનાથાશ્રમમાં રહે છે

કતારગામમાં પત્નીના ચારિત્ર્ય મુદ્દે હત્યા કરી પતિ ફરાર હતો

અન્ય સમાચારો પણ છે...