તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોક ગણવા, સિક્યુરિટીનું લાઇસન્સ રદ કરવાની ફરિયાદ કરવા સૂચન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુપ્લીકેટ ચાવીની મદદથી રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ(આરકેટી)માં થયેલી ચોરીના વિરોધમાં સતત ત્રીજા દિવસે પણ 4000 વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું છે. મોડી સાંજે ફોસ્ટાની આગેવાનીમાં આરકેટી માર્કેટના વેપારીઓ પોલીસ કમિશ્નર સતીશ શર્માની રજૂઆતે પહોંચ્યા હતા. માર્કેટની દુકાનો કાર્યરત કરી દઇ, સ્ટોકની ગણતરી કરી ચોરી થયેલા માલની સાથે આરકેટી માર્કેટની સિક્યુરીટી લાઇસન્સ રદ્દ કરવાની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરવા પો.કમિએ. સૂચન કર્યું છે. જોકે આજે પણ આરકેટી માર્કેટ બંધ રાખવા વેપારીઓ અડીખમ છે.

શુક્રવારે તા.11મી જાન્યુઆરીના રોજ પણ આરકેટી માર્કેટના વેપારીઓએ દુકાનો બંધ રાખી ‘ચોકીદાર ચોર હૈ, માર્કેટ પ્રશાસન ચોર હૈ’ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. બપોરે આરકેટી માર્કેટના વેપારીઓની ફોસ્ટાના પદાધિકારીઓ સાથે એનટીએમ માર્કેટ ખાતે મીટિંગ મળી હતી. તેમાં પોલીસ પકડાયેલા ચોર સામે કાર્યવાહી ઝડપી કરે તે માટે આ મીટિંગમાં સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની 165 માર્કેટ બંધ રાખવા ફોસ્ટાના પદાધિકારીઓ પર પણ દબાણ કરાયું હતું. જેને પગલે ફોસ્ટાના પદાધિકારીઓએ શુક્રવારે મોડી સાંજે આરકેટી માર્કેટના અગ્રણી વેપારીઓ સાથે પોલીસ કમિશ્નર સતીશ શર્માને રજુઆત કરી હતી.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલના જ્ણાવ્યાનુસાર, પોલીસ કમિશ્નર સાથે થયેલી મીટિંગમાં તેમણે સૂચન કર્યુ છે કે જે દુકાનો બંધ કરી દેવાઇ છે. પહેલાં તો તેને ચાલુ કરી વેપારીઓ પોત-પોતાના રૂટીન કામે વળગી જાય આ સાથે જેમની દુકાનમાં ચોરી થઇ છે. તેનો સ્ટોક ગણીને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે.

વેપારીની કમિટી બની
આરકેટીની સિક્યુરીટી હટાવવા, સીસીટીવી ચેક કરવા તથા બંધ સીસીટીવી ચાલુ કરાવવા બપોરે એનટીએમમાં મળેલી મીટિંગમાં આરકેટી માર્કેટના 31 વેપારીઓની કમિટી નિમણુંક કરાઇ છે. 100 દુકાનોમાંથી કરોડોનો માલ ચોરી થયો છે,સીસીટીવી ચેક કરો. મોડી સાંજે પોલીસ કમિશ્નરની રજુઆતે પહોંચેલા વેપારીઓએ જ્ણાવ્યું હતું કે, 100 દુકાનોમાંથી કરોટો રૂપિયાના કોટનની ચોરી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...