જેઈઈ એડવાન્સ ક્વોલિફાઈ કરવા માટે 35% માર્કસ લાવવા ફરજિયાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : જેઇઇ એડવાન્સ ક્વોલિફાઈ કરવા માટે વિદ્યાર્થીઓએ મિનિમમ 35% માર્ક લાવવા પડશે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના આયોજક સંસ્થા આઇઆઇટી રુડકીએ આ કટ ઓફ રાખ્યું છે. શુક્રવારે કેટેગરી મુજબ એડવાન્સના કટ ઓફ જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ સામાન્ય વિદ્યાર્થીઓએ ઓવર ઓલ 35% માર્ક લાવવા પડશે. તે સાથે વિષયવાર 10 % માર્ક ફરજિયાત કરાયા છે. તેવી જ રીતે ઓબીસી અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ માટે ઓવર ઓલ 31.5% અને વિષયવાર 9% માર્ક જરૂરી છે. એસસી, એસટી અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ઓવર ઓલ કટ ઓફ 17.5% અને વિષયવાર 5% માર્ક લાવવા પડશે. પરીક્ષા 27મી મેએ લેવાશે અને પરિણામ 14મી જૂને જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...