તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ISISનું મોડ્યુલ ઉભું કરી અમદાવાદ કે સુરતમાં એક મહિનામાં હુમલાની યોજના બનાવી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | વડોદરા ખાતેથી પકડાયેલા આઈએસઆઈએસના ત્રાસવાદી ઝફારે એક જ મહિનામાં હુમલો કરવાની યોજના ઘડી હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. ભરૂચના જંબુસરના ચાર યુવકોને તે આંતકવાદીની તાલીમ પણ આપી રહ્યો હતો. ઝાફર એક મહિનાથી વડોદરામાં રોકાતો હતો અને અગાઉ તે ગુજરાતમાં આવ્યો ન હતો ત્યારે જંબુસરના ચારેય યુવકો પાંચ વખત ઝાફરને મળવા માટે મુંબઈ ગયા હોવાનું પણ એટીએસની તપાસમાં બહાર આવ્યુ છે. દિલ્લી સ્પેશિયલ સેલે પકડેલા ત્રણ આઈએસઆઈએસના આંતકી પૈકીનો એક ખ્વાજા મોઈનુદ્દીન ગુજરાતના મોડયુલને ઓપરેટ કરી રહ્યો હતો.

જંબુસરના 4 યુવકોને જાફર તૈયાર કરતો હતો, અગાઉ 5 વખત તેઓ મુંબઈ ગયા હતા
વડોદરાના ગોરવા ખાતેથી ઝડપાયેલા ઝાફરને જંબુસરના મુબારક નામના યુવકના ઘરે દસ દિવસ સુધી રોકાયો હતો અને ત્યારબાદ વડોદરા ખાતે પણ મુબારકે જ તેને મકાન ભાડે રાખવાની વ્યવસ્થા કરી આપી હતી. મુબારક અને જંબુસરના અન્ય ત્રણ યુવકો ઝાફરના સંપર્કમાં છેલ્લા ઘણા સમયથી આવ્યા હતા. જો કે, ચારેય સામે કોઈ સજજડ પુરાવા નહીં મળતા એટીએસ દ્વારા યુવકો અને તેમના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝાફર સાથે તેના બે સાગરિતો પણ ગુજરાત આવવાની પેરવીમાં હતા જેમણે બે દિવસ પહેલા જ તમિલનાડુમાં પોલીસ સબ ઈન્સ્પેકટરની ગોળી મારી હત્યા કરી દીધી હતી. વડોદરામાં મોડયુલ તૈયાર કર્યા બાદ એક જ મહિનામાં સુરત અથવા અમદાવાદમાં હુમલો કરવાની યોજના હોવાનું એટીએસ સુત્રોનુ કહેવુ છે. દિલ્લી પોલીસે પકડેલા મોઈનુદ્દીની સૂચના પ્રમાણે ઝાફર અહીં કામ કરતો હતો અને આસપાસના યુવકોને ટ્રેનીંગ આપતો હતો. ઝાફર સિવાય આ મોડયુલના અન્ય ચાર આંતકીઓ પાસેથી પણ હથિયારો મળી આવ્યા હતા જો કે, ઝાફર પાસે કોઈ મોટા હથિયાર ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે પરંતુ બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા કે હથિયાર વડે કોઈને ટાર્ગેટ કરવાના હતા તે અંગે હજુ ખુલાસો થયો નથી.

આતંકી મોઇનુદ્દીનની સૂચનાથી જાફર યોજનાને અંજામ આપવાનો હતો
આતંકી ઝાફર, મોડ્યુલ ઓપરેટ કરનાર મોઇનુદ્દીન

પોલીસથી બચવા ઝાફર મોબાઇલ રાખતો ન હતો
અગાઉ ઝાફર જયારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તેની પાસે મોબાઇલ ફોન ના હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. તે સાયબર કાફેમાં જઇને જ ફોન કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ઇમરજન્સીના સંજોગોમાં તે પોતાની સાથે રહેલા લોકોના ફોન પરથી જે તે વ્યક્તિનો સંપર્ક કરતો હતો.

તમિલનાડુમાં PSIની હત્યા કરનાર બે આતંકી જાફરની મદદ માટે વડોદરા આવવાના હતા
આઇએસઆઇએસનો આતંકી ઝાફર વડોદરા આવ્યો તે પહેલા જંબુસરમાં રોકાયો હોવાની પણ વિગતો એટીએસની તપાસમાં બહાર આવી હતી. જેને પગલે એટીએસે જંબુસરમાં પણ દરોડા પાડ્યા હતા. જંબુસર ખાતે રહેતા મુબારક નામના યુવકે વડોદરામાં પણ ઝાફરનું રહેવાની વ્યવસ્થા કરાવી હતી. અલગ અલગ સ્થળોએ યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં મુબારક અને ઝાફર ભેગા થતાં તેમનો સંપર્ક થયો હતો અને બંને મિત્રો બન્યા હતા. એટીએસે મુબારક સહિત અન્ય ત્રણ યુવકોની પણ અટકાયત કરી છે. દિલ્હીમાં પકડાયેલા મોઇનુદ્દીનની સૂચનાથી ઝાફર હુમલાની યોજના પાર પાડવાનો હતો.

જંબુસરના યુવકો ઝાફર સાથે બેંગ્લોરમાં મુલાકાત થઈ
બેંગ્લોર ખાતે એક ધાર્મિક સમારોહમાં ઝાફર સાથે તેમનો સંપર્ક થયો હોવાની તેમજ જંબુસરમાં કુલ 7 દિવસ માટે ઝાફર રોકાયો હોવાની વાતો હાલમાં પંથકમાં વહેતી થઇ છે. જોકે હજી સુધી જંબુસરના ચારેય શખ્સોની કોઇ સીધી સંડોવણી હોવા અંગેની કોઇ પૃર્તતા મળી નથી.

ઝાફરનું તમામ કામ મુબારક કરતો હતો
સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ મુબારકને લોકો રોજ અવાર નવાર બહાર જતા જોતા હતા પણ તેની સાથે રહેતા ઝાફરને ઘરની બહાર જતા કોઈએ જોયો નહતો. મુબારક જ ઘરની બહાર જઇને જમવા સહિતની વ્યવસ્થા કરતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 1 મહિનાથી ઝાફર વડોદરા રોકાયો હતો.

આતંકી ઝફરના દિલ્હી પોલીસે 2 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા
લીગલ રિપોર્ટર | અમદાવાદ

વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયેલા આઇએસઆઇના આતંકી ઝફરને દિલ્હી પોલીસે ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં રજૂ કરી 2 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા છે. અને 2 દિવસ બાદ આરોપીને પટિયાલા કોર્ટમાં રજૂ કરશે. એટીએસએ આઇએસઆઇના આતંકવાદી ઝફરને વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આરોપી સામે દિલ્હી પોલીસે ગુનો નોંધ્યો હોવાથી તેનો કબજો લેવા દિલ્હી પોલીસ અમદાવાદ આવી હતી. આરોપીને દિલ્હી લઇ જવાનો હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીને દિલ્હી લઇ જવાનો છે. અને દિલ્હી પહોંચવામાં ઘણો સમય લાગે છે. આથી આરોપીના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. કોર્ટે પોલીસની માંગણી ગ્રાહ્ય રાખી આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. એટીએસએ આરોપી ઝફરની પૂછપરછ કરતા તેણે ભરૂચના 4 યુવકો સાથે 5 વખત બેઠક કરી તેમને જેહાદ માટે તૈયાર કરી રહ્યો હતો. એટીએસએ ભરૂચના 4 જણાના નિવેદન નોંધી તેમની પૂછપરછ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો