તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાસા સેમિનાર મામલે સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈ સામે તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઇ સામે તપાસ કમિટી નિમવામાં આવી છે. આર્કિટેક્ચર વિભાગમાં પાછલ વર્ષોમાં થયેલી 100 જેટલી સીટી ઘટવા, નાસા સેમિનારમાં થયેલી ગેરરીતિ થઇ હોવાની સેનેટ સભ્યોએ કરેલી ફરિયાદને પગલે કુલપતિએ તપાસ કમિટીની બનાવી છે.

વીર નર્મદ યુનિવર્સીટીના આર્કિટેક્ચર વિભાગની હાલત કથળી રહી છે. છેલ્લા 5 વર્ષમાં આર્કિટેક્ચર વિભાગની 120 સીટમાંથી 100 સીટ ઘટી ગઇ હતી. ઉપરાંત આર્કિટેક્ચર વિભાગમાં યોજાયેલા નાસા સેમિનારમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કરીને સિન્ડિકેટ સભ્ય મયુર ચૌહાણ, કેતન દેસાઇ, સંજય લાપસીવાલાએ કુલપતિને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે,સિન્ડિક્ટ સભ્ય સંજય દેસાઇ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટીવ મેમ્બર હતા તે કાર્યકાળ દરમિયાન સીટમાં ઘટાડો થયો છે. પોતાના માનીતાને એચઓડી, પ્રિન્સિપલ બનાવવા માટે એસો.પ્રોફેસરોની ભરતી થવાં દીધી નથી. નાસાના સેમિનારમાં કૌભાંડ આચર્યું હોવાનું જણાવાયું છે. આ સેમિનાર માટે સિન્ડિકેટની કોઇ પણ પરવાનગી લીધા વગર 1.80 કરોડનો ખર્ચ કરી દીધો હતો. ફરિયાદને આધારે કુલપતિ ગુપ્તાએ સંજય દેસાઇ સામે થયેલા આક્ષેપોની તપાસ કરવા માટે ડૉ.પૃથુલ દેસાઇ, ડૉ.રાજેન્દ્ર પટેલ અને ડૉ. નિતલ ઉપાધ્યાય તથા જયરામ ગામીતની તપાસ કમિટી બનાવી છે. કમિટી તપાસ કરી રિપોર્ટ રજૂ કરશે. બાદ આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...