તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રત્નકલાકારોને સરકારી તેમજ મેડિકલ સેવા માટે પરિચયકાર્ડની નોંધણી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાક ડાયમંડના યુનિટોમાં પૂરતા પ્રમાણમાં હજુ પણ રત્નકલાકારોને કામ મળી રહ્યું નથી. એવામાં રત્નકલાકારોની સ્થિતિ સુધરે અને વિવિધ સરકારી લાભ મળે તે માટે જીજેઈપીસી અને સુરત ડાયમંડ એસોસિએશન(એસડીએ) દ્વારા આજે રવિવારથી પરિચય કાર્ડ નોંધણીનો કાર્યક્રમ હાથ ધરાશે.

લાંબાં સમયથી હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને છુટા કરી દેવાયા હતા. આપઘાતના કિસ્સા પણ સામે આવ્યા છે. રત્નકલાકારો સાથે સંકળાયેલા બંને સંગઠનો દ્વારા રત્નકલાકારોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય તથા કેન્દ્ર સરકારને રાવ પણ કરાઈ છે.

આ ઉપરાંત સરકારી યોજનાઓ લાભ મેળવવા સહિત રત્નકલાકારોના ચોક્કસ ડેટા જેવા કે રોજગારીનો સમય, વળતર વગેરેની ચોક્કસ નોંધ રહે તે હેતુથી સુરત ડાયમંડ એસોસિએશન અને જીજેઈપીસી દ્વારા રત્નકલાકારોના પરિચય કાર્ડ માટેની નોંધણી આજથી શરૂ થશે. આ અંગે એસડીએના પ્રમુખ બાબુ કથિરીયાના જણાવ્યાનુસાર, મેડીક્લેઈમ સેવાનો લાભ પરિચય કાર્ડની નોંધણી થઈ જાય તે પછી અપાશે, પણ આ પરિચય કાર્ડ યોજનામાં મોટા પ્રમાણમાં નોંધણી થાય તે માટે રવિવારે પુણા ખાતે મેડીકલ કેમ્પ સહિત આ નોંધણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

રત્નકલાકાર સંઘે મુખ્યમંત્રીને મળવા સમય માગ્યો
રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના જણાવ્યાનુસાર, રત્નકલાકારોને પૂરતા પ્રમાણમાં કામ મળે તેમજ તેમને કામ પ્રમાણે વળતર મળે તેવી માંગ અમારી લાંબાં સમયથી છે, ડાયમંડમાંથી છુટા થયેલા રત્નકલાકારોના પરિવારને આર્થિક સહાય થાય તે પણ જરૂરી છે. મોટી સંખ્યામાં જ્યારે રત્નકલાકારો રોજગારી ગુમાવી ચૂક્યા છે ત્યારે સરકાર તેમને આર્થિક સહાય કરે તેવી અમારી માંગણી છે આ સાથે અમે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે મુલાકાત માટે સમય માંગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...