તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મસમાજના પરિચય મેળામાં 416 ઉમેદવારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

29 માર્ચે શહેરના સમસ્ત બ્રાહ્મણ સમાજના પરિચય મેળામાં 12 માર્ચ સુધીમાં 416 ફોર્મ ભરાયા છે. તેની સાથે 5 માર્ચની અંતિમ તારીખ બાદ બારમીએ ફોર્મ લેવાના બંધ કરાયા છે. અડાજણના દિવાળીબાગ કમ્યુનિટી હોલમાં આયોજિત મેળાનો પ્રારંભ ગત વર્ષે પરિચય મેળમાં પસંદગી કરી લગ્ન કરનાર યુવક દીપ પ્રાગટ્ય સાથે કરશે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. શહેરના સમસ્ત બ્રાહ્મણ સમાજનો પરિચય મેળો 29 માર્ચે યોજાઈ રહ્યો છે. આ અંગે સમાજના પ્રમુખ ડો.બકુલભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સમસ્ત બ્રહ્મસમાજોને એકછત્ર હેઠળ લાવવા માટે તરૂણભાઈ રાવલ અને સાથીઓએ સન 1987માં પરિચય મેળાનો પ્રારંભ કર્યો હતો. આ પરિચય મેળાનો પ્રારંભ 29મીએ સવારે 8.30 કલાકે ગત પરિચય મેળામાં પસંદગી કરી લગ્ન કરનાર યુગલ દીપ પ્રાગટ્ય સાથે કરશે. તેમાં આ વર્ષે 416 ઉમેદવારોના ફોર્મ આવ્યા છે. આ ઉમેદવારોમાં 310 છોકરા અને 113 છોકરી છે. સમાજના રજનીભાઈ જાનીએ જણાવ્યું હતું કે દિવાળીબાગ કમ્યુનિટી હોલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ હોલની કેપેસીટી 900 વ્યક્તિઓની હોવાથી એક ઉમેદવાર સાથે વધુમાં વધુ બે વ્યક્તિને જ પ્રવેશ અપાશે. સમગ્ર કામગીરી 22 જેટલાં સ્વૈચ્છિક કાર્યકરો સંભાળશે. આ માટે એક બેઠકનું આયોજન 22 તારીખની આજુબાજુ રખાશે. સવારે કાર્યક્રમના પ્રારંભ બાદ બપોર સુધી ઉમેદવારોનો પરિચય સ્ટેજ પર અપાશે. ત્યારબાદ બપોરે ભોજન સમારોહ અને સાંજે જે ઉમેદવારોએ એકબીજાને પસંદ કર્યા હશે તેમની મુલાકાત ગોઠવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો