તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિટલી પર વારલી અને મોડર્ન આર્ટ રજૂ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુ ખાતે આવેલા એક કેફેમાં કેટલ પેઇન્ટીંગ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો. કેટલ વર્કશોપમાં કિટલી પર એક્રેલિક કલરનો ઉપયોગ કરી પેઈન્ટિંગ કેવી રીતે કરવું એ શીખવવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં 8 વર્ષથી લઈને 86 વર્ષ સુધીના લોકોએ કિટલી પર અલગ અલગ થીમ, જેમ કે માં દુર્ગા, વારલી પેઈન્ટિંગ અને મોડર્ન આર્ટ કર્યું હતુંં. આ કેટલનો ઉપયોગ ઘરને ડેકોરેટ કરવા માટે કરી શકાય છે.

કેટલ પેઈન્ટિંગ સ્ટેપ્સ
1 સૌથી પહેલા કેટલ પર પેન્સિલથી ડિઝાઈન ડ્રો કરો.

2 તેની ઉપર બ્રશ અને સ્પોન્જથી એક્રેલિકના બેઝ કલર કરો.

3 બેઝ કલર કર્યા બાદ કેટલ પર ડબલ કલર કરો.

4 ત્યારબાદ માર્કરથી બોર્ડર કરો અને ફિનીશિંગ આપો.

5 અંતમાં કેટલને વાર્નિશ કરો જેથી એની ઉપર કરેલી ડિઝાઇન ધોવામાં બગડી ન જાય.અને એના પર શાઈન પણ આવી જાય.

અન્ય સમાચારો પણ છે...