તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ આતંકવાદી રેલવે સ્ટેશનો પર હુમલા કરવાની ફિરાકમાં, સુરતમાં સઘન ચેકિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટીમ ભાસ્કર , ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ તણાવગ્રસ્ત સ્થિતિમાં રાજ્યમાં એલર્ટ છે. આઇબીના ઇનપુટ મળ્યા બાદ આરપીએફે પ. રેલવેના વિવિધ ડિવિઝનને પત્ર લખીને સાવચેતી રાખવા જણાવ્યું છે. પત્રમાં ત્રણ આતંકીઓ રાજ્યમાં સંભાવિત કોઇ મોટો હુમલો કરી શકે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી અને આરપીએફ હાઇ એલર્ટ પર છે. તમામ શકમંદોને તપાસવામાં આવી રહ્યા છે. હજીરા અને મગદલ્લાના પોર્ટ માટે સુરક્ષા એજન્સીઓનેે એલર્ટ રહેવાની સૂચના અપાઇ છે. આ સંદર્ભમાં સુરત પોલીસ કમિશનરે ગાઇડ લાઇન બહાર પાડી શહેરીજનોને અફવા નહીં ફેલાવવા તેમજ અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. સોસાયટી તેમજ રસ્તા પર શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે .

આઇબીના ઇનપુટ મળ્યા બાદ RPF મુંબઈ દ્વારા તકેદારી રાખવા સૂચના
ગુપ્તચર તંત્રના ઇનપુટના બાદ પશ્ચિમ રેલવેના તમામ પોલીસ સ્ટેશન તેમજ ટ્રેનોમાં ખાસકરીને જમ્મુ તરફથી આવતી ટ્રેનોમાં અને બધાં જ રેલવે સ્ટેશન પર સાવચેતી રાખવા જણાવ્યું છે.તેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.

સીપીની અપીલ : ભય ફેલાય તેવા મેસેજ ફેલાવવા નહીં, શંકાસ્પદ વસ્તુનીજાણ કરો
સુરત | પોલીસ કમિશનર સતીશ શર્માએ લોકોને શું કરવું અને શું ન કરવુંω એ અંગે એક અપીલ સાથે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં એક મહિનાના અનાજ-કરિયાણા અને દવાનો સંગ્રહ કરવાનો પણ સમાવેશ થાય છે.

શું કરવુંω | બિનવારસી વસ્તુ જોવા મળે તો પોલીસને જાણ કરો
મહિના માટે જરૂરિયાની વસ્તુ, અનાજ-કરિયાણાનો સ્ટોક કરો અને આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવો

જ-તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો નંબર સાથે રાખો.

બિનવારસી વાહનો, શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે તો પોલીસને જાણ કરો

ત્રાસવાદીઓ મોટા ભાગે બોમ્બ બનાવવામાં રમકડાં, મોબાઇલ, સ્કૂલબેગ, ટિફિન જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોવાથી આવી વસ્તુ બિનવારસી જોવા મળે તો તેનો સ્પર્શ કર્યા વગર જ પોલીસને જાણ કરવી.

આરપીએફ મુંબઈ દ્વારા અમદાવાદ-મુંબઈ-વડોદરા,રાજકોટ, ભાવનગર અને રતલામ રેલવે ડિવિજનને પત્ર લખીને એલર્ટ રહીને તકેદારી રાખવા ખાસ સુચના આપી છે. પત્રમાં લખ્યું છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જે આઈબીના ઇનપુટ મળ્યા છે તે મુજબ ગુજરાતના જાહેર સ્થળો,રેલવે સ્ટેશન,મંદિરો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્વસ્ત કરવા માટે મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરીને ઇતિહાસનો સૌથી મોટો આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. જેમાં એક વ્યકિત હૈદરાબાદનો મુહમ્મદ ઇબ્રાહિમ નામનો વ્યક્તિ છે. જે પુલવામા હુમલામાં પણ સંડોવાયેલો છે.બીજો એક સુસાઇડ બોમ્બરનું નામ રેહાન છે. તેની સાથે એક વૃદ્ધ મહિલા પણ જોડાયેલી છે.તેમનો ટારગેટ રેલવે સ્ટેશન છે. આ લોકો મસુદ અઝહરના આતંકવાદી ગૃપ સાથે જોડાયેલા છે.

શું ન કરવુંω | પરિચય ન હોય તે વ્યક્તિને વાહન ન આપો
ભય ફેલાય તેવી અફવાઓ ફેલાવશો નહીં અને સોશિયલ મીડિયા પર ખાતરી કર્યા વગર ભય ફેલાય તેવા સંદેશાઓ મોકલશો નહીં.

શંકાસ્પદ ચીજ-વસ્તુઓને અડકશો નહીં.

શંકાસ્પદ ચીજ-વસ્તુ પર પાણી રેડશો નહીં.

અઠવાડિયા-પંદર દિવસ કે મહિના માટે કોઇ મકાન ભાડે રાખવા માગે તો પૂરતી ખાતરી કર્યા સિવાય મકાન ભાડે આપવું નહીં.

પરિચય ન હોય તે વ્યક્તિને વાહન ન આપો.

હોટલ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસના માલિકોએ સંપૂર્ણ ચોક્કસાઇ અને આઇડી પ્રૂફ, ચોક્કસ પુરાવા સિવાય કોઇ પણ વ્યક્તિને રાખવા નહીં.

દરિયા : હજીરા-મગદલ્લા પોર્ટ પર સુરક્ષા એજન્સીને ઍલર્ટ રહેવા આદેશ
સુરત | હજીરા અને મગદલ્લા ખાતે આવેલી વિશાળકાય કંપનીઓ-પોર્ટની સુરક્ષાને ધ્યાને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સુરક્ષા એજન્સીને ઍલર્ટ રહેવાની સૂચના બંદર અધિકારી તરફથી આપવામાં આવી છે. સુરત બંદર ખાતાના અધિકારી રાકેશ મિશ્રાએ કહ્યું હતું કે પોર્ટની સુરક્ષાને ધ્યાને લઈ તમામ સુરક્ષા એજન્સીના સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવાની વાત સંદર્ભે ઍલર્ટ રહેવા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનરે લોકોને સાવચેત રહેવા જણાવ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો