તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટારમાં દોરીથી એક્ટિવા ચાલકને ઈજા, મોઢે15 ટાંકા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભટાર કેનાલ રોડ પરથી એક્ટિવ પર પસાર થઇ રહેલા આધેડ પર પતંગની દોરી પડતાં દાઢી અને હોઠ વચ્ચે દોઢ સેમી ઊંડો ઘાવ થઇ ગયો હતો.લોહી નીતરતી હાલતમાં આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

મોરાભાગળ હનુમાન ટેકરી ખાતે રહેતા કિરીટ ભરત પટેલ (42) શુક્રવારે સાંજે ભટારના કેનાલ રોડથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક દોરીની ઝપેટના આવી ગયા હતા અને દોરીથી હોઠ અને દાઢી વચ્ચે 10 સેમી લાંબો અને દોઢ સેમી ઊંડો ઘાવ થઇ ગયો હતો.લોહી નીતરતી હાલતમાં જ કિરીટભાઈ અન્ય વાહનચાલકની મદદથી સિવિલ પહોંચ્યા હતા જ્યા ડોક્ટરોએ જણાવ્યું હતું કે 15 ટાંકા લેવા પડશે.ઉત્તરાયણ નજીક આવતા જ દોરીથી ઇજા થવાના બનાવો શરુ થઇ ચુક્યા છે આ પહેલા પણ 7 તારીખે વરાછાના ત્રિકમનગરમાં રહેતા 25 વર્ષીય પુનમચંદ્ર ચોંકાર પણ મકાઈ પુલ પર દોરીની અડફેટે આવી જતા ગળાના ભાગે ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો