તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાવની સારવાર માટે ખાનગી ક્લિનિકમાં ઇંજેક્શન મુકાવ્યું, ગેંગ્રીન બાદ યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ-છ દિવસથી તાવ આવતો હોવાથી ભટારના એક પ્રાઈવેટ ક્લીનીકમાં સારવાર દરમિયાન ઈન્જેક્શન લીધા બાદ ગેંગરીન થતા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. તબીબની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો પરિવારજનો પોલીસ સમક્ષ આક્ષેપ કરતા મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સીક પોસ્ટમૉર્ટમ કરાયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભટાર ગોકુલ નગર ખાતે રહેતા અભિમન્યુ તીર્થરાજ રાજપુત(30) ગેરેજમાં કામ કરતા હતા. પાંચ છ દિવસ પહેલા તેમને તાવ આવતો હોવાથી ત્રણ દિવસ પહેલા ઘર નજીક પ્રાઈવેટ ક્લિનીકમાં સારવાર માટે ગયા હતા. જ્યાં ડોક્ટરે ઈન્જેક્શન આપ્યા બાદ તેમને અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો અને ઊલટીઓ પણ થતી હતી. જેથી બુધવારે તેઓ સારવાર માટે હેલ્થ સેન્ટર ગયા હતા અને ત્યાર બાદ તબિયત એકદમ લથડતા તેમને બપોરે સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ ગુરુવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું. અભીમન્યુભાઈના મોત બાદ પરિવારે તબીબની બેદરકારીના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરતા ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો નોંધ કરી મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સીક પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...