તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડોનેશિયાના કલાકારોએ 25 કિલોના હેન્ડમેડ કોસ્ચ્યુમ પહેર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
9થી 12 જાન્યુઆરી સુધી ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ ખાતે સીઆઈઓએફએફ, તાલ ગ્રુપ, સોશિયલ ફેસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય ડાન્સ ફેસ્ટિવલ અને આઈફેસ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલ ગુજરાત અને સુરતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભારત સહિત પાંચ દેશોના કલાકારો પોતાની સંસ્કૃતિ અને કલાને પ્રદર્શિત કરી રહ્યા છે. ડાન્સ ફેસ્ટિવલની થીમ યુનેસ્કોની ‘પીસ’ અેટલે કે શાંતિ રાખવામાં આવી છે. આ ડાન્સ ફેસ્ટિવલમાં ભારત, ઇન્ડોનેશિયા, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયાના ડાન્સરો પરફોર્મ કરી રહ્યા છે.

Dance Festival

સિટી રિપોર્ટર . સુરત

સ્લોવાકિયા: સેનામાં જોડાવાની અપીલ કરી
ઇન્ડોનેશિયા | ઇન્ડોનેશિયા એ આઇલેન્ડ દેશ હોવાથી ત્યાંના કલાકારોએ પક્ષીઓના પીંછા અને દરિયાઇ વસ્તુઓમાંથી બનેલી જ્વેલરી તેમજ 20થી 25 કિલો વજનવાળું. ડ્રેસ પહેરી પરફોર્મ કર્યું હતું.

ભારત | સુરતના કલાકારો દ્વારા ભારત દેશની સસ્કૃતિને દર્શાવતું ગણેશ વંદના અને ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.

સ્લોવાકિયા | એમણે હેન્ડમેડ કોટ અને કુર્તી તેમજ પેન્ટ પહેર્યું હતું. ટોપ પર ચિકન વર્ક અને પેન્ટ પર હેન્ડ વર્ક તેમજ પારંપરિક જેકેટ પહેરીને પરફોર્મ કર્યું હતું. યુવાનો દેશની સેનામાં જોડાય એવો સંદેશ આપતો ડાન્સ તેઓએ રજૂ કર્યો હતો.

પોલેન્ડ | મોરાના પીછાનો ઉપયોગ કરી કલગી બનાવી હતી. તેમજ ત્યાંનો સંસ્કૃતિ ભણવાડાઓની છે તેથી તેઓએ સફેદ અને લાલ રંગના ફ્રોક પહેર્યા હતા.

રોમાનિયા | પોતાના ટ્રેડિશનલ કોસ્ચ્યુમ સ્કર્ટ અને ટોપ પહેર્યું હતું અને તેના પર શીપના ચામડામાંથી બનાવવામાં આવેલો જેકેટ પહેર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો