તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 મેથી ઇન્ડિગો સુરતથી ભોપાલ ફ્લાઇટ શરૂ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હવે સુરત-ભોપાલની મુસાફરી એક કલાકમાં પૂર્ણ થનારી છે. કારણ કે, બજેટ એરલાઇન્સ ઈન્ડિગો 15 મેથી ભોપાલ-સુરત-ભોપાલની નોન-સ્ટોપ ફલાઇટ શરૂ કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ ભોપાલ એરપોર્ટથી સવારના 07:55 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર 09:05 કલાકે લેન્ડ થશે. જયાં 55 મિનિટ રોકાઇને 09:50 કલાકે ટેકઓફ થશે અને ભોપાલ એરપોર્ટ પર 10:55 કલાકે લેન્ડ થશે. તે સાથે ભાડું 2,999 રખાયું છે. સુરતથી ચાર ટ્રેનો બાન્દ્રા-જબલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાન્દ્રા-ગોરખપુર એક્સપ્રેસ, વલસાડ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ઉદ્યોગ કર્મી એક્સપ્રેસ ભોપાલ જઈ રહી છે. જે ટ્રેનો બારથી પંદર કલાકનો સમય લઈ લેતી હોય છે. આ સાથે તેમનું સેકન્ડ એસીનું ભાડું 1,400થી 1,900 રૂપિયા છે. ઉપરાંત સ્પાઇસ જેટની સુરત-ભોપાલની ફ્લાઇટ છે. પણ તે વાયા ઉદયપુર થઈ જઈ રહી છે.જે સુરતથી ભોપાલ ત્રણ કલાકનો સમય લેતી હોય છે. આ સાથે તેનું ભાડું 2,800 છે.

સુરતથી ભોપાલ એક કલાકમાં પહાેંચી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો