તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય ઉદ્યોગકારો વિદેશી સેકન્ડ હેન્ડ મશીનરીનો મોહ છોડે: આ. કમિ. ટેક્સટાઇલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશમાં પણ ભારતીય મશીન અને તેમાંથી ઉત્પાદિત થતાં કાપડની મોટી માંગ છે. ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ વિદેશથી ઇમ્પોર્ટ થતી સેકન્ડહેન્ડ મશીનનો મોહ છોડી દેવો જોઇએ. આ સાથે ભારતમાં તૈયાર થતી મશીનરીઓનો ઉપયોગ વધારવો જોઇએ તેવું ટેક્સટાઇલ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર ઇસ્માઇલ શરીફે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત ટેક્સટાઇલ મશીનરીના એક્ઝિબિશન સીટેક્ષમાં સૂચન કર્યુ છે. શુક્રવારથી ત્રિ-દિવસીય આયોજીત સીટેક્ષમાં પ્રથમ વખત વેલવેટ અને 6 હજારથી વધુ હૂક ધરાવતું રેપીયર મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

શુક્રવારથી ત્રિ-દિવસીય સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ મશીનરીઓનું એક્ઝિબિશન ‘સીટેક્ષ’નું આયોજન કરાયું છે. શુક્રવારે સવારે તેનું ઉદ્દઘાટન સમારોહ આયોજીત થયું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા ટેક્સટાઇલ કચેરીના આસિટન્ટ કમિશ્નર ઇસ્માઇલ શરીફે જ્ણાવ્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં મશીનરીઓનું અપગ્રેડેશન અનિવાર્ય છે.

મંત્રાલયનું કોઇ મોટું માથું હાજર ન રહ્યું
સીટેક્ષ ક્ષેણીના 6ઠ્ઠા એક્ઝિબિશનને ચેમ્બરની બ્રાંડ ગણવામાં આવે છે. જોકે ટેક્સટાઇલ શહેરનું અગત્યનું પાસું ગણાય છે.ત્યારે ટેક્સટાઇલ મંત્રાલય તરફથી કોઇ મોટું માથું હાજર નહી રહેતાં ઉદ્યોગ વર્ગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

6146 હૂક ધરાવતું હાઇસ્પીડ રેપીયર મશીન
6 હજારથી વધુ હૂક ધરાવતું આ મશીન 380 સેમીના એક પન્નાને તૈયાર કરી દેશે. આની મદદથી નાની સાઇઝના કાપડ તૈયાર થવાની સાથે મોટી સાઇઝના ડિઝાઇનર કાપડ તૈયાર થઇ શકે તેમ છે. સુરતમાં 190 થી 220 સેમી સુધીના કાપડ પર ડિઝાઇન હાઇસ્પીડ રેપીયર મારફતે તૈયાર થાય છે.

આકર્ષક મશીનરીઓ
વેલવેટ મશીન
અત્યાર સુધીના થયેલા એક્ઝિબિશનમાં પ્રથમ વખત વેલવેટ મશીન પ્રદર્શનમાં મુકાયું છે. અત્યાર સુધી કન્વેન્શન લુમ પર જ વેલવેટ તૈયાર થતું હતું. સુરતમાં આવા 3000 મશીનો છે. મશીન પર ટુ ટોન, 9000 ક્વોલીટીનું વેલવેટ પ્રોડક્શન મીટરે 75થી 80માં તૈયાર થાય છે.

મશીનરી બનાવતી 6 મોટી કંપનીએ ભાગ લીધો
ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાના જ્ણાવ્યાનુસાર, ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદનમાં મોટું નામ ધરાવતી 6 મોટી કંપનીઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. જેમાં ચાઇનાની સિગ્નેચર વાન્લી, રીફા, ટાઇટન, કીંગટેક્ષ, જિંગ્વી અને સુલટેક્ષે દસ-દસ હાઇસ્પીડ રેપીયર પ્રદર્શનમાં મુક્યા છે.

4 પન્નાનું રેપીયર
4 પન્નાનું રેપીયર મશીનેમાં એકસાથે 4 કાપડનું પ્રોડક્શન થઇ શકશે. મહારાષ્ટ્રના નવાપુર-તારાપુરમાં આ પ્રકારની એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગથી પ્રોડક્શન થઇ રહ્યું છે. ત્યારે એક્ઝિબિશનમાં પ્રદર્શિત 4 પન્નાના રેપીયરથી ડ્રેસ મટિરીયલ્સ જેવા 30 ગ્રામથી લઇને 300 ગ્રામ સુધીની કાપડની ક્વોલીટી તૈયાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...