તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના પતંગબાજ પાસે છે ભારતનું સૌથી મોટું પતંગ કલેકશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના પતંગબાજ નિતિશ લકુમ પાસે ભારતનું સૌથી મોટુ પતંગ કલેકશન છે. 5 વર્ષથી વિશ્વના 7 દેશોમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને પાંચ વર્ષમાં અલગ અલગ 100 જગ્યાએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. 3 વર્ષમાં વિશ્વની અલગ અલગ કંપનીઓ પાસેથી પતંગો કસ્ટમાઈઝ કરાવ્યા છે. એમની પાસે 35 હજાર રૂપિયા સુધીના મળીને કુલ 300 પતંગો છે. વાંચો સિટી ભાસ્કરનો સ્પેશ્યલ રિપોર્ટર...!!

60 ફુટની પતંગ છે

નિતેશ લકુમ, પતંગબાજ

 મારી પાસે ભારતનું સૌથી મોટુ પતંગ કલેકશન છે. આ તમામ પંતગો ત્રણ વર્ષમાં ભેગા કર્યા છે. પંતગ કલેકશનમાં મારી પાસે 3 ઈંચના પતંગથી લઈને 60 ફુટના પતંગ મળીને કુલ 350 પતંગ છે. જેમાં અલગ અલગ દેશની પંતગ મેન્યુફેક્ચર કંપનીઓ પાસે પતંગ સ્પેશ્યલ ડિઝાઈન કરાવ્યા છે. આ સાથે કોઇ પણ કાઇટ ફેસ્ટિવલ હોય ત્યાં મારા પતંગો પ્રદર્શિત થાય એવો હું હંમેશા માટે પ્રયાસ કરું છું.

ચાઇનામાં થયેલા ફેસ્ટિવલમાં 10 હજાર પતંગોને હરાવી નિતિશ બીજા ક્રમે આવ્યા

નિતિશ લકુમે ડિઝાઈન કરેલો એક પતંગ ચાઈનાના વોહાન મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે. જે ઈન્ડિયન ટ્રેડિશનલ કાઈટ છે. જે પોતે બનાવી છે. ચાઈનામાં યોજાયેલા પતંગ ફેસ્ટિવલમાં 10 હજાર પતંગબાજોએ ભાગ લીધો હતો. જેમાં નિતિશ લકુમનો બીજો પંતગ ચગાવવામાં બીજો ક્રમ આવ્યો હતો.

7 દેશોના ફેસ્ટિવલમાં જઇ ચુક્યા છે

વિવિધ 32 દેશમાં કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં જેમાંથી 7 દેશમાં યોજાતા કાઈટ ફેસ્ટવલમાં ભાગ લીધો છે. જેમાં સિંગાપુર, મલેશિયા, ઈન્ડોનેશિયા, દુબઈ, ફ્રાન્સમાં યોજાતા પતંગ ફેસ્ટિવલમાં ભાગ લે છે. જ્યારે ભારતમાં ગોવા, તેલંગણા, કર્ણાટક, કોચિન, મુંબઈ, પંચગીની, મહાબળેશ્વર જેવી જગ્યાઓ પર યોજાતા પતંગ ફેસ્ટિવલમાં ભાગ લે છે.

35 હજાર રૂપિયા સુધીના પતંગ છે

નિતિશ લકુમ છેલ્લાં 3 વર્ષથી પતંગ કલેકશન કરી રહ્યા છે. જેમાં એમની પાસે એક રૂપિયાથી માંડીને 35 હજાર રૂપિયા સુધીના પતંગો છે. જેમાં સ્પોર્ટસ પતંગ, રિંગ, એનિમલ, દરિયાય પ્રાણી, પેપર કાઈટ, ફેસ કાઈટ, એલઈડી પતંગ અને રિમોટ કંટ્રોલ કાઈટ સહિત 350 કાઈટ છે. આ સાથે જે ટ્રેન્ડમાં હોય એવા આકારના પતંગો એમના કલેક્શનમાં હોય એવો પ્રયાસ કરે છે.


અન્ય સમાચારો પણ છે...