ભારતમાં તમામ ધર્મોના લોકોનો સમાવેશ થયો છે ઃ કે.નંદકુમાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સારી બાબતો સ્વીકારવી એ હિંદુત્વ છે. ઘણાં લોકો એવો ભ્રમ ફેલાવી રહ્યાં છે કે, હિંદુત્વને સમજવું મુશ્કેલ છે. સમાજમાં હિંદુત્વ વિષે ઘણી ભ્રમણાઓ ફેલાવાઈ રહી છે, પરંતુ વિશ્વમાં સૌથી ઉદારમતવાદી વિચારધારા હિંદુ છે. કે.નંદકુમારે નવયુગ સાયન્સ કોલેજમાં આ શબ્દો મંગળવારે રાતે કહ્યાં હતા.

મંગળવારે રાતે ભારતીય વિચાર મંચ દ્વારા બદલાતા સમયમાં હિંદુત્વ વિષય પર સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે હિંદુત્વ અંગેના વિચારો વ્યક્ત કરતા પુસ્તકના લેખક કે.નંદકુમારે કહ્યું કે હિંદુઓ દરેક ધર્મને સંમાન આપતા આવ્યા છે. બાબાસાહેબ આંબેડકર ઇસ્લામિક વિચારધારાના ઘોર આલોચક રહ્યાં હતા. તેમણે કહેલું કે ઇસ્લામ અને હિંદુ દેશ અલગ થયા તો બધા પૂરેપૂરા અલગ થવા જોઈએ. તોજ સમસ્યાનું સમાધાન આવશે. સેક્યુલર શબ્દ આંબેડકરજીએ સંવિધાનમાં ઉમેરવાની ના પાડેલી.તેમના આ વાક્યો વર્ષો પહેલા કહેવાયેલા હતા.

હિંદુઓએ બીજા ધર્મોની ધાર્મિક સ્વંતત્રતા ક્યારેય છીનવી નથી. આપણા દેશમાં વેદાંત અને વિજ્ઞાન વચ્ચે ક્યારેય અલગતા નથી રખાઈ. બંનેને સાથી રાખી ધર્મ કરતા આવ્યા છે. વિદ્યામાં આધ્યાત્મિક અને ભૌતિક બંનેનો સમાવેશ કરાયો છે. આજે પણ સમાજને વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક ટેકનોલોજિની એટલી જ જરૂર છે. હિંદુત્વમાં પર્યાવરણલક્ષીની સાથે ભાઈચારાની લાગણી પણ છે. વિવિધતામાં એકતા માત્ર હિંદુ તત્વજ્ઞાનમાં છે, કારણકે તેનો અર્થ અને તેની મુશ્કેલીઓ તેઓ સારી રીતે સમજતા હતા.

હિંદુત્વ પર નવયુગ સાયન્સમાં ભારતીય વિચાર મંચનો સેમિનાર

_photocaption_મંચ દ્વારા યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. *photocaption*
અન્ય સમાચારો પણ છે...