તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News In Violation Of The Law Hospitals Are Required To Provide The Swine Flu Update To The District Health Department Violation Has Been Issued To Vishnu Hospital Hospital And Red Door 035601

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમનું ઉલ્લંઘન કરાયું હોસ્પિટલોને સ્વાઈન ફ્લૂની અપડેટ પાલિકા, જિલ્લા આરોગ્ય વિભાગને આપવાનું હોય છે. ઉલ્લંઘન થતાં યોગીચોકની સમર્પણ હોસ્પિટલ તથા લાલ દરવાજાની વિનસ હોસ્પિટલને નોટિસ...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં કહેર વર્તાવી રહેલા સ્વાઇન ફ્લૂના ખપ્પરમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સ્વાઈન ફ્લૂની ઝપટમાં આવેલા બારડોલીના વૃદ્ધનું બુધવારે સારવાર દરમિયાન મોત નીપજતા સ્વાઈન ફ્લૂમાં મૃતાંક 4 થયો છે. શહેર જિલ્લામાં વધુ 11 વ્યક્તિ સપડાયા છે. શહેરમાં સ્વાઈન ફ્લૂ બેકાબુ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે શહેરમાં વધુ 9 કેસ અને જિલ્લામાં વધુ 2 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંક 127 થયો છે.

અન્ય હોસ્પિટલમાંથી આવ્યું હતું મૌખિક જાણ કરી હતી
પાલિકાની કોઈ નોટિસ મળી હોય તેવું ધ્યાન પર નથી પરંતુ શુક્રવારે એક પેશન્ટ દાખલ થયું હતું. જે સંજીવની હોસ્પિટલમાંથી આવ્યું હતું. શંકાસ્પદ જણાતા સિવિલમાં રિપોર્ટીંગ માટે મોકલ્યુ હતું. શનિવારે બપોરે પેશન્ટનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને રાત્રે મૃત્યુ થઈ ગયું. રવિવારે પાલિકામાં રજા હોવાથી સોમવારે ડો.વિરેને ફોન કરી પાલિકાના ડો.મનોજને મૌખિક જાણ કરી હતી. ડો. નિરજ પટેલ, ચિફ એડમિનિસ્ટ્રેટર, વિનસ હોસ્પિટલ

દર્દી ડિસ્ચાર્જ થયા બાદ સિવિલમાંથી રિપોર્ટ આવ્યો

રવિવારે માતા અને પુત્ર દાખલ થયા હતા. સોમવારે સેમ્પલ લઈ સિવિલમાં મોકલ્યા હતા. રિપોર્ટ આવે તે પહેલા મંગળવારે સવારે પેશન્ટ ડિસ્ચાર્જ થઈ ગયા હતા. બપોર પછી માતાનો નેગેટિવ અને બાળકનો પોઝિટિવ રિપોર્ટ હતો. પેશન્ટ દાખલ હતું ત્યાં સુધી રિપોર્ટ આવ્યો ન હોય તો કેવી રીતે જાણ કરીએ. ડો. રસીકભાઈ વિરાણી, મેડિકલ ડાયરેક્ટર, સમર્પણ જનરલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો