તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

U-17 યોગમાં રોહિતને ગોલ્ડ, નૈના અને તરલ સિલ્વર જીતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ યોગ કોમ્પિટિશનનું આયોજન એસ.ડી.જે. ઇન્ટરનેશનલ સ્કૂલ પલસાણા ખાતે કરવામાં આવ્યું હતું ,જેમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અબ્રામાંના કોચ આશા મોલિયાના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં બહેનોના ગ્રુપમાં અન્ડર-14 વય જૂથમાં નૈના ભીમાણીએ દ્વિતીય સ્થાન અને ઉન્નતિ પટેલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ સિવાય ભાઈઓના ગ્રુપમાં અંડર-17 જૂથમાં રોહિત પડવાલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને તરલ પટેલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો છે જે બદલ પી.પી. સવાણી સ્ટાફ તેમજ આચાર્ય તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...