સચીન GIDCમાં દુકાનદારે ફાંસો ખાધો, પારડીમાં યુવકનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચીન જીઆઈડીસી પાલીગામ સરદાર નગર ખાતે રહેતા સંજયભાઈ શંકરા ગૌડ(38) સચીન જીઆઈડીસી તલંગપુર રોડ પર

મા સંતોષી કરીયાણા સ્ટોર્સના નામથી કરીયાણાની દુકાન ચલાવતા હતા. મંગળવારે સવારે તેમણે પોતાની દુકાનમાં છતના હુંક સાથે કપડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દુકાનનું શટર અડધુ ખુલ્લુ હોવાથી બાજુમાં દુકાન ધરાવતા દુકાનદાર જોવા માટે ગયા હતા. ત્યારે તેમને બનાવની જાણ થઈ હતી. બનાવની જાણ થતા સચીન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે સંજયભાઈએ ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી. આપઘાતના અન્ય એક બનાવમાં સચીન નજીકના પારડી ગામ પાસે અંબિકા નગર સોસાયટીમાં રહેતા રાહુલભાઈ સાહેબરાવ વિચવે(28) લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. તેમની પત્ની બે સંતાનો સાથે થોડા દિવસ પહેલા જ પિયર ગઈ હતી. દરમિયાન મંગળવારે સાંજે રાહુલભાઈએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરનો દરવાજો ખુલ્લો જોઈ નજીકમાં રહેતા સંબંધી જોવા માટે ગયા હતા. ત્યારે બનાવની જાણ થઈ હતી. સચીન પોલીસ બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.રાહુલભાઈએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યુ તે પોલીસ જાણી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...