Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ કેસમાં હવે ગેસ એનાલિસિસ રિપોર્ટ સાથે 80 દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા
સચિનમાં 4 વર્ષની બાળા પર થયેલા બળાત્કાર કેસમાં 20 જ દિવસના ટૂંકા સમયગાળામાં સુરત જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યાં આ કેસમાં ગેસ એનાલીસિસ રિપોર્ટ સહિત 80 દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.
મૂળ કાનપુર જિલ્લાના હરદૌલી ગામનો અને સચિનમાં એક કારખાનામાં કામ કરતો 24 વર્ષીય નરાધમ શશીબિન્દ વિશ્વનાથ કેવટે ગત રવિવારની રાત્રે રામલીલા મેદાનમાં ચાલતાં કાર્યક્રમમાં પોતાના પિતાને શોઘતી એક 4 વર્ષીય બાળાને મદદને બહાને તેને પોતાની સાથે મેદાનની બહાર લઈ ગયો હતો. તેને તમાચો મારીને ચપ્પુના ભયે તેણી સાથે બળાત્કાર આચર્યો હતો. આ ઘટના બાદ બાળાની સ્થિતિ ગંભીર બનતા તેને સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. ઘટના બાદ ફરાર થઈ ગયેલા આ નરાધમની 250 જેટલા પોલીસ કર્મીઓની 12 જેટલી ટીમ દ્વારા ઊંડી તપાસના આધારે સચિન જીઆઈડીસીની કિશોરની ચાલમાં આવેલા જલારામ સિક્યોરીટીના સામેથી પકડાયો હતો. આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન આરોપી નરાધમના કપડા સહિતના મેડીકલ પુરાવા ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. એફએસએલના રિપોર્ટ બાદ 20 દિવસના ટૂંકાગાળામાં જ પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા હતા. આ કેસમાં સોમવારે સરકારી વકીલ નયન સુખડવાલાએ ફરિયાદ પક્ષે 80 સાક્ષીઓના દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ કોર્ટમાં રજૂ કર્યું છે. જેમાં એફએસએલ રિપોર્ટ, પંચનામુ, મેડિકલ રિપોર્ટ સહિત સૌથી મહત્વનો ગણી શકાય એવો ગેસ એનાલીસિસ રિપોર્ટ પણ રજૂ કરાયો છે.