તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં વેટ- GSTની 40,221 કરોડની વસૂલાત કરવાની બાકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં એકતરફ જીએસટીના અમલીકરણ બાદ આવકમાં ફટકો પડ્યો છે ત્યારે વેટ-જીએસટી પેટે રાજ્ય સરકારને 42,675 વેપારીઓ પાસેથી 40,2211 કરોડની જંગી રકમની વસૂલાત બાકી હોવાનું સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતીમાંથી બહાર આવ્યું છે.સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 11698 વેપારીઓ પાસેથી 13,821 કરોડની વેરાની વસૂલાત બાકી છે. વડોદરામાં 5,720 કરોડ, કચ્છમાં 3,877 કરોડ, સુરતમાં 3,087 કરોડની વસૂલાત બાકી છે. વિવિધ સત્તાધિકારી દ્વારા મનાઇ હુકમ અપાયો હોય તે સિવાયના કિસ્સામાં 39,240 વેપારીઓ સામે વિવિધ કાયદા હેઠળ પગલાં લેવાયાં છે.

222 મિલકતો ટાંચમાં લઈ 3.93 કરોડ વસૂલ
સેલ્સટેક્સ, વેટ કે જીએસટીની વસૂલાત બાકી હોય તેવી 222 મિલકતો સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ટાંચમાં લેવામાં આવી હતી અને તેની હરાજી કરીને 3.93 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો