તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કાર ભાડે આપી રૂ. 500-1000 ખંખેરતા એજન્ટો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

લો બોલો..! આરટીઓની ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા માટે એજન્ટો કાર પણ ભાડે આપી રહ્યા હોવાની વાત બહાર આવી છે. કારનું લાઇસન્સ માટે આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ અપાવવા માટે આવેલા અરજદારો પાસે કાર નથી હોતી. તેવામાં એજન્ટો અરજદારો પાસેથી 500થી 1,000 રૂપિયા ખંખેરીને તેમને ભાડે કાર આપે છે.

ફરિયાદ એમ છે કે, ગાડી નંબર સીઆર-8502, સીડી-7873, જેએમ-5756, સીએમ-9034 અને સીએમ-9834 વારંવાર ડ્રાઇવિંગ ટેસ્ટ પર ફરતી જોવા મળી રહી છે. આ મામલે તપાસ કરતા એવી વાત જણાય છે કે, કારના માલિકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ભાડે કાર આપી રહ્યા છે. આવી ગાડી વારંવાર ફરે છે, છતાં પણ આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કોઈ પણ કાર્યવાહી કરી રહ્યા નથી. અહીં મહત્વની વાત એવી છે કે, ફરિયાદમાં એમ પણ છે કે, ડ્રાઇવિંગ ટેસ્ટ એજન્સીનો જ એક કર્મી પોતાની ગાડી ભાડે ફેરવી રહ્યો છે. તે સાથે સાથે કર્મીઓ એજન્ટો સાથે પણ મળ્યા હોવાની પણ ફરિયાદ છે. તેઓ ડ્રાઇવિંગ ટેસ્ટના રજિસ્ટ્રેશનની લાઇનમાં નહીં ઊભા રહેવા માટે 200 જેટલો ચાર્જ વસૂલી રહ્યા છે.

ટેસ્ટ વિના લાઇસન્સ બનવા મામલે કોઇ જ કાર્યવાહી નહીં
થોડા સમય પહેલા જ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઇસન્સ બની ગયા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે ઉચ્ચ અધિકારીને રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો